લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Election Update: ચૂંટણી પહેલા માન્ય અને અમાન્ય પક્ષોની યાદી જાહેર થઈ

by

Thenewsdk

Updated: 04-04-2026, 11.13 AM

Follow us:

local body election update : ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજકીય પક્ષોની નવી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ રાજ્યમાં કુલ 14 માન્ય રાજકીય પક્ષો નોંધાયેલા છે, જ્યારે 55 પક્ષો અમાન્ય તરીકે નોંધાયેલા છે. આ ઉપરાંત, બે અમાન્ય પક્ષોને સંપૂર્ણપણે યાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. એટલે કે તેમને ડિલિસ્ટ કરવામાં આવ્યા છે.

માન્ય પક્ષોની યાદી

માન્ય પક્ષોની યાદીમાં દેશના મુખ્ય રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે. જેમ કે ભાજપ, કોંગ્રેસ, બીએસપી, સામ્યવાદી પક્ષ, એનસીપી, સમાજવાદી પાર્ટી, જનતા દળ (યુનાઇટેડ) તેમજ આમ આદમી પાર્ટી જેવા પક્ષો આ કેટેગરીમાં આવે છે.

આ પક્ષોને ચૂંટણીમાં સત્તાવાર માન્યતા મળેલી હોય છે અને તેઓ પોતાના નિશ્ચિત ચૂંટણી ચિહ્ન સાથે મેદાનમાં ઉતરે છે. બીજી તરફ, 55 પક્ષો એવા છે કે જેઓ નોંધાયેલા હોવા છતાં માન્યતા ધરાવતા નથી. આવા પક્ષોને ચૂંટણીમાં મર્યાદિત સુવિધાઓ મળે છે અને તેઓને પોતાના ચિહ્ન માટે અલગ પ્રક્રિયા અનુસરવી પડે છે.

બે અમાન્ય પક્ષોને યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા

મહાગુજરાત જનતા પાર્ટી અને યુવા જાગૃતિ દળ નામના બે અમાન્ય પક્ષોને આ વખતે યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે, જે નોંધપાત્ર બાબત છે. ચૂંટણી આયોગે આ સાથે જ અપક્ષ ઉમેદવારો માટે 140થી વધુ મુક્ત ચૂંટણી ચિહ્નોની યાદી પણ જાહેર કરી છે. આ ચિહ્નો એવા ઉમેદવારોને આપવામાં આવે છે જે કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી.

આ યાદીમાં એસી, અલમારી, બેબી વોકર, ફુગ્ગો, બેન્ચ, સાઈકલ પમ્પ, દુરબીન, બ્રશ, કેક, કેરમબોર્ડ, સાંકળ, પાટલી-વેલણ, આઈસક્રીમ, ઈસ્ત્રી, પેન્ટ, વટાણા સહિતના વિવિધ પ્રતીકોનો સમાવેશ થાય છે. આ ચિહ્નો મતદારોને ઉમેદવારોને ઓળખવામાં સહાય કરે છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤