લોડ થઈ રહ્યું છે...
--:--:--

સ્પોર્ટ્સ

Yuzvendra Chahalને તાનિયા ચેટર્જીનો સીધો મેસેજ: ‘મારી સાથે વાત કરવી હોય તો કરી શકે…’

by

Thenewsdk

Updated: 14-04-2026, 04.55 PM

Follow us:

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. ‘ગંદી બાત’ ફેમ તાનિયા ચેટર્જીએ ચહલને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક્ટ્રેસનું કહેવું છે કે, ચહલે તેમને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલીને ‘ક્યુટ’ કહ્યું હતું. તેમણે ક્રિકેટરના મેસેજ પેપારાઝીને પણ બતાવ્યા હતા. ઈન્ટરનેટ પર તાનિયાનો આ વીડિયો થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગયો હતો. હવે તેમણે દાવો કર્યો છે કે, ચહલની પીઆર ટીમે તેમને વીડિયો ડિલીટ કરવા કહ્યું હતું.

એક્ટ્રેસે ચહલની પોલ ખોલી

એક્ટ્રેસે ચહલને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, શું ચહલે તેમની સાથે વાત કરી હતી? તેના જવાબમાં તેમણે કહ્યું, “શું વાત કરશે? એવું તો નથી કે વોટ્સએપ પર નંબર એક્સચેન્જ કર્યા હતા. મારો વીડિયો વાયરલ થયો ત્યારે તેમની પીઆર ટીમનો મેસેજ આવ્યો કે વીડિયો ડિલીટ કરી દો. હું વિચારવા લાગી કે કેમ, આ તો સત્ય છે અને તેમણે કંઈ શરમજનક કહ્યું પણ નથી ને? આ તો એક છોકરાનું છોકરીને આપેલું કોમ્પ્લિમેન્ટ છે, તેમાં આટલો હોબાળો કેમ?”

“ચહલને મારી સાથે સીધી વાત કરવી હોય તો કરી શકે…”

તાનિયાએ આગળ કહ્યું કે, જો ચહલને મારી સાથે સીધી વાત કરવી હોય તો કરી શકે છે. તેમણે કહ્યું કે, ચહલે પોતે સંપર્ક કર્યો હતો અને એક વાર નહીં, ઘણી વાર મેસેજ કર્યા હતા. પરંતુ શરૂઆતમાં તેમણે ધ્યાન આપ્યું ન હતું, કારણ કે તેમને ખબર જ ન હતી કે આ ક્યા ક્રિકેટર છે. હું કામમાં વ્યસ્ત હતી. પછી જ્યારે પ્રોફાઇલ ચેક કરી, ત્યારે ખબર પડી કે આ તો એક લોકપ્રિય ક્રિકેટર છે, જેમણે પોતાના કરિયરમાં ઘણું હાંસલ કર્યું છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤