Amreli News: અમરેલી, ગીર સોમનાથ સહિતના ગામડાંના વિસ્તારોમાં સિંહના આંટાફેરા વીડિયો સામે આવતા હોય છે. જેમાં ઘણી વખત કેટલાક શખસો સિંહ પજવણી કરતા હોવાના દ્રશ્યો પણ સામે આવે છે, ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેમસ થવાની યુવાનોની ઘેલછા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલીમાં સિંહ પજવણીના વાઈરલ વીડિયો અપલોડ કરનાર સામે વનવિભાગે કાયદાકીય પગલાં ભર્યા છે.
સિંહ પજવણી બાદ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે વીડિયો વાઈરલ કરનાર 2 યુવકો ઝડપાયા
તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં સિંહ પજવણી કરતા 2 શખસો સામે વનવિભાગે ગુનો નોંધ્યો છે. ઈન્સ્ટાગ્રામમાં બે અલગ અલગ આઇડીમાંથી સિંહ પજવણીનો વીડિયો વાઈરલ કરવામાં આવ્યો હતો.
વનવિભાગના જણાવ્યા અનુસાર, ઈન્સ્ટાગ્રામ આઇડીના સંચાલક સંજય મોરડિયાએ અન્ય આઇડી પરથી વીડિયો અપલોડ કરી વાઈરલ કર્યો હોવાનું નિવેદન આપ્યું છે. જ્યારે અન્ય આરોપી અજય ચાવડાએ ફોટો વીડિયોની કબૂલાત કરી છે. વનવિભાગે બંનેની અટકાયક કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
4 ને નોટિસ ફટકારી
તપાસ દરમિયાન સિંહ પજવણીના વીડિયો અંગે 4 ગુનાઓ ખૂલ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો અપલોડ કરનારા અન્ય ચાર વ્યક્તિઓને નોટિસ મોકલવામાં આવી છે.
ધારી ગીર પૂર્વના DCF એ જણાવ્યું હતું કે, સિંહ પજવણી મામલે વન્યપ્રાણી સરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આમ, જંગલમાં ગેરકાયદે પ્રવેશ, સિંહોની પજવણી, પજવણીના વીડિયો અપલોડ કરી સોશિયલ મીડિયામાં મૂકવા ગંભીર ગુનો છે.


Leave a Comment