લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

વિદેશી દારૃની 4288 બોટલ સાથે 2 ઝડપાયા, 6 શખ્સો ફરાર | 2 arrested with 4288 bottles of foreign liquor in Palitana 6 absconding

by

Thenewsdk

Updated: 19-05-2026, 06.00 AM

Follow us:

વિદેશી દારૃની 4288 બોટલ સાથે 2 ઝડપાયા, 6 શખ્સો ફરાર | 2 arrested with 4288 bottles of foreign liquor in Palitana 6 absconding



પાલિતાણા, અલંગ અને તળાજા પંથકમાંથી

પોલીસે કુલ રૃ.૨૧.૯૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી અલગ-અલગ ચાર પોલીસ મથકમાં
ગુના નોંધ્યા

ભાવનગરભાવનગર જિલ્લાના પાલિતાણા, અલંગ
અને તળાજા પંથકમાંથી પોલીસે અલગ-અલગ ચાર બનાવમાં દારૃની કુલ ૪૨૮૮ બોટલો ઝડપી કુલ ૨
શખ્સને ઝડપી લીધાં છે. જ્યારે ૬ શખ્સ ફરાર થયાં છે. પોલીસે કુલ રૃ.૨૧.૯૫ લાખનો
મુદ્દામાલ કબ્જે લઈ અલગ-અલગ ચાર ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘોઘાના ભાખલ ગામે રહેતા કુલદીપસિંહ પ્રતાપસિંહ ગોહિલ ભાંખલથી સોસીયા જતી
કેનાલ પાસેની તેમની વાડીના ઢાળીયામાં દારૃ છૂપાવ્યો હોવાની બાતમીના આધારે ભાવનગર
લોકલ ક્રાઈમબ્રાંચે તપાસ કરતા ઢાળિયામાંથી દારૃની રૃ.૪૩
,૨૦૦ની
કિંમતની દારૃની ૨૮૮ બોટલ મળી આવી હતી. આ અંગે અલંગ પોલીસમાં ગુનો નોંધાયો છે. તેમજ
પાલિતાણાના લાખાવડ ગામના નાળા પાસે પડેલી જીજે-૧૬-સીએન-૭૩૬૨ નંબરની કારને પાલિતાણા
ટાઉન પોલીસે બાતમીના આધારે તપાસતા તેમાંથી રૃ.૮૦
,૧૦૦ની
કિંમતની દારૃની ૪૪૫ બોટલ મળી આવી હતી. જે અંગે પાલિતાણા ટાઉન પોલીસે કાર ચાલક સામે
ગુનો નોંધ્યો છે. જ્યારે અન્ય એક બનાવમાં લોકલ ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે લાખાવડ
ગામના બસ સ્ટેશન પાછળ મઢુલી પાસે ભાર્ગવ કલ્યાણભાઈ ધંધુકીયા નામના શખ્સને
જીજે-૦૪-સીજે-૮૩૩૫ નંબરની કારમાં રાખેલ તથા તેમના કુટુંબી ભાઈની વાડીમાંથી રૃ.૬
,૨૨,૦૮૦ની કિંમતની દારૃની ૩૪૫૬ બોટલ મળી કુલ રૃ.૧૨,૭૨,૦૮૦નો મુદ્દામાલ કબ્જે લઈ ભાર્ગવ કલ્યાણભાઈ
ધંધુકીયા
, ભરત હિંમતભાઈ ધંધુકીયા (બન્ને રહે.ભુતીયા),
રાકેશ એલ.(રહે.સેલવાસ), પીકઅપ વાહન
જીજે-૨૬-યુ-૦૩૫૩ ના ચાલક તથા ક્લિનર સામે પાલિતાણા ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધ્યો
છે. તેમજ તળાજાની મહુવા ચોકડી પાસેથી તળાજા પોલીસે પરશોત્તમ ધરમશીભાઈ મકવાણા
(રહે.પાવઠી)ને કારમાં રાખેલા બિયરના એક ટીન સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤