લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

IPL 2026 પ્લેઓફ સમીકરણ: હૈદરાબાદની જીતથી ગુજરાત પણ ક્વોલિફાય, છેલ્લી 1 સીટ માટે 5 ટીમો વચ્ચે જંગ! | ipl 2026 playoff scenarios csk qualification probability drops

by

Thenewsdk

Updated: 19-05-2026, 10.45 AM

Follow us:

IPL 2026 પ્લેઓફ સમીકરણ: હૈદરાબાદની જીતથી ગુજરાત પણ ક્વોલિફાય, છેલ્લી 1 સીટ માટે 5 ટીમો વચ્ચે જંગ! | ipl 2026 playoff scenarios csk qualification probability drops



photo 1779167710128

IPL 2026 Playoff Scenarios: ચેપોકના હોમ ગ્રાઉન્ડ પર સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મળેલી 5 વિકેટે શરમજનક હાર ચેન્નઈ સુપર કિંગ્સને ભારે પડી ગઈ છે. આ હારના કારણે ઋતુરાજ ગાયકવાડની ટીમ સતત ત્રીજી સીઝનમાં લીગ સ્ટેજમાંથી બહાર થવાના આરે આવીને ઊભી રહી ગઈ છે. બીજી તરફ, હૈદરાબાદની આ જીતથી સનરાઈઝર્સતો પ્લેઓફમાં પહોંચી જ ગઈ, પણ તેણે ગુજરાત ટાઈટન્સને પણ પ્લેઓફની ટિકિટ અપાવી દીધી છે.

હવે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ 3 ટીમો (RCB, GT અને SRH) ફાઇનલ થઈ ચૂકી છે અને માત્ર છેલ્લી 1 સીટ માટે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર જામી છે. 

ચેન્નઈ પ્લેઓફમાં પહોંચે તેની સંભાવના સાવ ઓછી 

મેચ પહેલાં સીએસકેની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના 35.50% હતી, જે આ હાર બાદ ગગડીને સીધી 6.8% થઈ ગઈ છે. આ રેસમાં રહેલી તમામ ટીમોમાં સીએસકેની જીતવાની આશા સૌથી ઓછી છે. સીએસકેએ હવે તેની છેલ્લી લીગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મજબૂત ગુજરાત ટાઈટન્સ સામે રમવાની છે. ચેન્નઈએ ગુજરાત સામેની મેચ જીતવી પડશે અને સાથે-સાથે બીજી ટીમોના પરિણામો પણ તેમની ફેવરમાં આવે તેની પ્રાર્થના કરવી પડશે.

પંજાબ અને રાજસ્થાન વચ્ચે કાંટાની ટક્કર

ચેન્નઈની હારના કારણે પોઈન્ટ્સ ટેબલના મિડલ ઓર્ડરમાં મોટો ફાયદો થયો છે. સતત 6 હાર બાદ 13 પોઈન્ટ્સ પર અટકેલી પંજાબ કિંગ્સની ક્વોલિફિકેશન સંભાવના 31.1%થી વધીને 33.6% થઈ ગઈ છે. રાજસ્થાન રોયલ્સ પણ 34.8%થી વધીને 34.9% પર પહોંચી ગઈ છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની તક 13.9% થી સુધરીને 14.8% થઈ છે.

કોલકાતા અને રાજસ્થાન પાસે હજુ તક

પંજાબ, ચેન્નઈ અને દિલ્હી કેપિટલ્સએ લીગ સ્ટેજમાં 13-13 મેચો રમી લીધી છે અને તેમની પાસે હવે માત્ર 1-1 મેચ જ બાકી છે. તેની સામે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સપાસે હજુ 2-2 મેચો હાથમાં બાકી છે. આ કારણે આ બંને ટીમો પાસે ચોથા સ્થાને રહીને પ્લેઓફમાં એન્ટ્રી મારવાનો સૌથી મોટો ચાન્સ છે.

દિલ્હી કેપિટલ્સની ક્વોલિફિકેશન પ્રોબેબિલિટી પણ 10.6%થી ઘટીને 9.9% થઈ ગઈ છે. તેમનો નેટ રન રેટ અત્યારે -0.871 છે, જે ટોપ-7 ટીમોમાં સૌથી ખરાબ છે. એટલે દિલ્હી માટે પણ માત્ર જીતવું પૂરતું નથી, તેમણે બહુ મોટા માર્જિનથી જીતવું પડશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤