લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ, વન-ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર, જાણો કયા 4 નવા ચેહરાને મળી તક | Afghanistan Series: Shubman Gill To Lead Team India 4 New Faces Picked

by

Thenewsdk

Updated: 19-05-2026, 05.16 PM

Follow us:

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ, વન-ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર, જાણો કયા 4 નવા ચેહરાને મળી તક | Afghanistan Series: Shubman Gill To Lead Team India 4 New Faces Picked



photo 1779191213156

India Vs Afghanistan Test And ODI Series, Squad : અફઘાનિસ્તાન સામેની આગામી ટેસ્ટ અને વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ આ વખતે અનુભવી અને યુવા ખેલાડીઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. વન-ડે અને ટેસ્ટ બંને ટીમની કેપ્ટનશિપ શુભમન ગિલને સોંપાઈ છે. 

4 નવા ખેલાડીઓને તક

ટેસ્ટ અને વન-ડે ટીમમાં મળીને કુલ 4 નવા ખેલાડીઓને તક અપાઈ છે. તેમાં એવા ખેલાડીઓ પણ સામેલ છે જેમનું આઈપીએલમાં પ્રદર્શન શાનદાર રહ્યું હતું. અફઘાનિસ્તાન સામેની આ સિરીઝમાં કુલ 4 નવા ચહેરાને તક મળી છે, જેમાં માનવ સુથાર, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે અને પ્રિન્સ યાદવ સામેલ છે. હર્ષ દુબે અને ગુરનૂર બ્રારનો ટેસ્ટ અને વન-ડે બંને ટીમમાં સમાવેશ કરાયો છે, જ્યારે પ્રિન્સ યાદવ માત્ર વન-ડે ટીમમાં છે.

રિષભ પંત વન-ડે સ્ક્વોડમાંથી આઉટ

રિષભ પંતને વન-ડે સ્ક્વોડમાં સ્થાન મળ્યું નથી. રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા ફિટનેસ ક્લિયર થયા બાદ વન-ડે સિરીઝમાં હશે. કે. એલ. રાહુલ જ વન-ડે સિરીઝમાં વિકેટ કીપિંગની જવાબદારી સંભાળશે. ટેસ્ટ અને વન-ડે બંને સિરીઝ માટે શુભમન ગિલ કેપ્ટનશિપ કરી રહ્યો છે.

રિષભ પંતે વાઈસ કેપ્ટન પદ પણ ગુમાવ્યું

ટેસ્ટમાં કેએ. એલ. રાહુલ વાઈસ કેપ્ટન રહેશે, જ્યારે રિષભ પંત પાસેથી વાઈસ કેપ્ટન પદ છીનવાઈ ગયું છે. યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન અને દેવદત્ત પડિક્કલ જેવા બેટ્સમેનો પર મોટી જવાબદારી રહેશે. વિકેટ કીપિંગની જવાબદારી રિષભ પંત અને ધ્રુવ જુરેલ સંભાળશે. ટેસ્ટમાં બોલિંગમાં મોહમ્મદ સિરાજ, પ્રસિધ કૃષ્ણા અને કુલદીપ યાદવ અનુભવી વિકલ્પો હશે, જ્યારે યુવા ખેલાડીઓને પણ પોતાની જાતને સાબિત કરવાની તક મળશે.

આ પણ વાંચો : એકપણ મેચ રમ્યા વિના ધોનીએ ચૂપચાપ નિવૃત્તિ લીધી? સુરેશ રૈનાના નિવેદનથી ફેન્સ સ્તબ્ધ

અફઘાનિસ્તાન સામે ભારતની ટેસ્ટ સ્ક્વોડ: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), સાઈ સુદર્શન, ઋષભ પંત (વિકેટ કીપર), દેવદત્ત પડિક્કલ, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, માનવ સુથાર, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે, ધ્રુવ જુરેલ (વિકેટ કીપર).

અફઘાનિસ્તાન પ્રવાસ માટે ભારતની વન-ડે સ્ક્વોડ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટ કીપર), ઈશાન કિશન (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે.

આ પણ વાંચો : IPL 2026 પ્લેઓફ સમીકરણ: હૈદરાબાદની જીતથી ગુજરાત પણ ક્વોલિફાય, છેલ્લી 1 સીટ માટે 5 ટીમો વચ્ચે જંગ!

અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસ (હોમ સિરીઝ)

  • 6 થી 10 જૂન: એકમાત્ર ટેસ્ટ, મુલ્લાંપુર (ન્યૂ ચંદીગઢ)
  • 14 જૂન: પ્રથમ વનડે, ધર્મશાલા
  • 17 જૂન: બીજી વનડે, લખનઉ
  • 20 જૂન: ત્રીજી વનડે, ચેન્નઈ



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤