પોલીસને જોઈ એક ઇસમ મોબાઈલ ફેંકી નાસી છૂટયો
અન્ય એક ઇસમ પાસેથી પાસવર્ડ આઇડી મેળવી મોબાઇલમાં સટ્ટો ખેલતા હતા, પોલીસે
બે મોબાઇલ કબજે લીધા
ભાવનગર – ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે ઓનલાઇન ક્રિકેટ મેચ પર
સટો રમતા બે ઇસ અમને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લીધા હતા જ્યારે અન્ય બે ઇસમો
પાસેથી આઈડી પાસવર્ડ મેળવી ક્રિકેટ મેચ પર સટો રમતા હતા.
પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી
મળી હતી કે,શિવાજી સર્કલ પાસે ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાય છે .જે બાતમીના આધારે
પેરોલ ફર્લો સ્ક્વોડે દરોડો પાડયો ત્યારે અનિરૃધ્ધસિંહ કિશોરભાઇ ચુડાસમા (
રહે.પ્લોટ નં.૧૫૭, પી પલ સોસાયટી, શીવાજી
સર્કલ પાસે, ભાવનગર)
તથા અજયસિંહ ધીરૃભા ગોહીલ (
રહે.પ્લોટ નં.૩૦,
શ્રમજીવી સોસાયટી ) બન્ને શીવાજી સર્કલ પાસે, પોતાના
મોબાઇલ ફોનમાં હાલ ચાલી રહેલ લાઇવ આઈ.પી.એલ.૨૦૨૬ ની ચેન્નાઈ સુપર કિંગ્સ વિ એસ
સનરાઇઝર્સ હૈદરાબાદ ની ઓનલાઇન મેચ ઉપર ગુગલ ક્રોમમાં ક્રિબેટ ૨૪૭ . કોમ . નામની
વેબસાઇટમાં કિબેટ ૨૪૭ નામની આઇ.ડી.ની અંદર જય ઉર્ફે જુગલ પ્રદિપભાઇ બારોટ
(રહે.સુભાષનગર, એરપોર્ટ રોડ, ભાવનગર )
એ પોતાના મોબાઇલ ફોનમાં ગુગલ ક્રોમમાં ઓલપેનલ ૭૭૭ . નાઉ નામની ઓલપેનલ ૭૭૭ નામની આઇ.ડી.ની
અંદર પૈસાની હારજીતનો સોદાઓ પાડી જુગાર રમી રમાડી જુગાર રમવામાં ઉપયોગમાં લીધેલ
આઇ.ડી.અનિરૃધ્ધસિંહએ જય ઉર્ફે જુગલ પ્રદિપભાઈ બારોટ પાસેથી મેળવી તેમજ અજયસિંહએ
સાહીલ ઉર્ફે રાજા કેશુભાઈ સૈયદ (રહે. આખલોલ જકાતનાકા ) પાસેથી મેળવી ક્રિકેટ મેચ
પર સટ્ટો રમતા હતા.આ બનાવ સંદર્ભે પોલીસે બે શખ્સને ઝડપી લઇ ચાર ઇસમ વિરૃધ્ધ
ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.


Leave a Comment