લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

8 વર્ષ પછી પ્રીતિ ઝિન્ટાની એકસાથે બે ફિલ્મો રીલિઝ થશે | After 8 years two films of Preity Zinta will be released simultaneously

by

Thenewsdk

Updated: 20-05-2026, 06.30 AM

Follow us:

8 વર્ષ પછી પ્રીતિ ઝિન્ટાની એકસાથે બે ફિલ્મો રીલિઝ થશે | After 8 years two films of Preity Zinta will be released simultaneously



photo 1779211055282

– પ્રીતિનો બિગ સ્ક્રીનનો વનવાસ પૂર્ણ 

– ઓગસ્ટમાં લાહોર 1947 તથા સપ્ટેમ્બરમાં વાઈબ ફિલ્મ રીલિઝ કરાશે

મુંબઇ : પ્રીતિ ઝિન્ટાની આઠ વર્ષ પછી એકસાથે બે ફિલ્મો નજીકનાં સમયગાળામાં રીલિઝ થવાની છે. 

તેની સની દેઓલ સાથેની ‘લાહોર ૧૯૪૭’ આગામી ઓગસ્ટમાં રીલિઝ થવાની છે. તે પછી હવે કુણાલ ખેમુનાં દિગ્દર્શન હેઠળની ‘વાઈબ’ ફિલ્મ આગામી ૧૮મી સપ્ટેમ્બરે રીલિઝ કરવાની જાહેરાત કરાઈ છે.  આ ફિલ્મમાં કુણાલ ખેમુ એક્ટર તરીકે પણ દેખાશે. 

લાંબા સમયથી બિગ સ્ક્રીન પર ગાયબ રહેલી પ્રીતિ જોકે આઈપીએલની સીઝન દરમિયાન તેની ટીમની મેચ વખતે ટીવી પર કાયમ હાજરી પુરાવે છે. 

પ્રીતિની ‘લાહોર ૧૯૪૭’ આમ તો લાંબા સમયથી તૈયાર છે. પરંતુ, નિર્માતા આમિર ખાન દ્વારા તેમાં છેલ્લી ઘડીએ કેટલાય સુધારા તથા ફેરફારો કરાતાં ફિલ્મની રીલિઝ લંબાઈ ગઈ હતી. તે પછી આમિરે  ફિલ્મની રીલિઝ ડેટમાં પણ અનેક ફેરફારો કરાવ્યા હતા. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤