લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

માનવ તસ્કરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની સંપત્તિ જપ્ત કરાશે | property accused involved in the crime of human trafficking will be confiscated

by

Thenewsdk

Updated: 21-05-2026, 07.55 AM

Follow us:

માનવ તસ્કરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની સંપત્તિ જપ્ત કરાશે | property accused involved in the crime of human trafficking will be confiscated



બીએનએનએસ-107 હેઠળ સંપત્તિ
જપ્તીનો ગુજરાતનો પ્રથમ કેસ

ભાવનગર – 
શહેરના વાઘાવાડી રોડ પર સ્પાની આડમાં મહિલાઓ પાસે દેહવ્યાપાર
કરાવી તથા માનવ તસ્કરીના ગુનાના આરોપીની સંપતિ જપ્ત કરવાની કાયદાકીય પ્રક્રિયા
પોલીસ દ્વારા શરૃ કરવામાં આવી છે. બીએનએનએસની કલમ ૧૦૭ હેઠળ સંપતિ જપ્તીનો ગુજરાતનો
આ પ્રથમ કેસ છે.

સ્પાની
આડમાં દેહ વ્યાપાર ચલાવતી મહિલાની રૃ.૮૦ લાખની સંપતિ ટાંચમાં લેવા કાયદાકીય પ્રક્રિયા
શરૃ

શહેરના
વાઘાવાડી રોડ પર આવેલા ઈવા સુરભી કોમ્પ્લેક્ષમાં આયુર થાઈ ફેમીલી સ્પા અને શિવા
બ્લેસિંગ બિલ્ડિંગમાં આયુર થાઈ ફેમીલી સ્પાના માલિક શબાનાબેન ફારૃકભાઈ થીમ (મુળ
રહે.કુંભારવાડા
, હાલ રહે.રિંગરોડ શિવધારા સોસાયટી) પોતાના સ્પામાં વ્યવસાયની આડમાં મસાજ
માટે આવતા ગ્રાહકો પાસેથી પૈસા વસુલ કરી પોતાના આર્થિક લાભ માટે મહિલાઓ પાસે
દેહવ્યાપાર કરાવી શોષણ કરવામાં આવતું હતું અને ત્યાં જ મહિલાઓને રહેવાની વ્યવસ્થા
કરી સ્પામાંથી જવા નહી દઇએ તેવી મહીલાઓને ધમકીઓ આપવામાં આવતી હોવા મામલે થોડાં
દિવસો પૂર્વે શહેરના નિલમબાગ પોલીસ મથકમાં માનવ તસ્કરીના ગુના નોંધાયા હતા. જેની
ઉંડાણપૂર્વક તપાસ કરતા શબાનાબેને સ્પાના અનૈતિક વ્યવસાયની આવકમાંથી સુરભી
કોમ્પ્લેક્સની આયુર થાઈ ફેમીલી સ્પા માટે દુકાન ખરીદી હતી અને તેના હપ્તા પણ
અનૈતિક વ્યપારમાંથી થતી આવકમાંથી ચુકવતા હોવાનું ધ્યાનમાં આવતા તેમની રૃ.૮૦ લાખની
કિંમતની આ દુકાન નં-૩૦૯ બીએનએનએસ કલમ-૧૦૭ મુજબ ટાંચમાં લેવા માટે નામદાર ન્યાયધીશ
સમક્ષ રીપોર્ટ કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આમ
, બીએનએનએસ-૧૦૭ હેઠળ સંપત્તિ જપ્તીનો ગુજરાતનો પ્રથમ કેસ પ્રથમ કેસ છે.

૧૦
વર્ષમાં અનૈતિક વ્યાપાર
, ઈમોરલ ટ્રાફિકના ૪ ગુના

સ્પાની
આડમાં માનવ તસ્કરીનો અનૈતિક વ્યાપાર કરતી શબાનાબેન ફારૃકભાઈ થીમ સામે છેલ્લા ૧૦ વર્ષમાં
અનૈતિક વ્યાપાર અને ઈમોરલ ટ્રાફિક એક્ટના કુલ ૪ ગુના નોંધાયા છે. જેમાં વર્ષ ૨૦૧૬માં
બોરતળાવ પોલીસ મથકમાં
, વર્ષ-૨૦૨૫માં નિલમબાગ પોલીસ મથકમાં અને વર્ષ-૨૦૨૬માં નિલમબાગ પોલીસ મથકમાં
અલગ-અલગ બે મળી કુલ ચાર ગુના નોંધાયા છે.

બીએનએનએસ-૧૦૭માં
સંપતિ ટાંચમાં લેવાની પોલીસને સત્તા

ગેરકાયદેસરની
આવક દ્વારા સંપત્તિ ટાંચમાં લેવાની સત્તા સામાન્ય રીતે ઈડી પાસે હોય છે. પરંતુ
બીએનએનએસની કલમ-૧૦૭ હેઠળ પોલીસને પણ ગેરકાયદેસર આવકમાંથી સંપત્તિ ટાંચમાં લેવાની
સત્તા આપવામાં આવી છે જેનો ઉપયોગ ભાવનગર પોલીસે ગુનાહિત ઈતિહાસ ધરાવતા આવા
હિસ્ટ્રીશીટરો સામે કર્યો છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤