લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

રૂપિયાને મજબૂત કરવા RBI ‘મોંઘવારીના ઝેરનો ઘૂંટડો’ પ્રજાને પીવડાવશે, રેપો રેટ વધે તેવા સંકેત | rbi may raise rates launch 50b nri scheme as rupee hits historic low of 97 per dollar

by

Thenewsdk

Updated: 21-05-2026, 12.54 PM

Follow us:

રૂપિયાને મજબૂત કરવા RBI ‘મોંઘવારીના ઝેરનો ઘૂંટડો’ પ્રજાને પીવડાવશે, રેપો રેટ વધે તેવા સંકેત | rbi may raise rates launch 50b nri scheme as rupee hits historic low of 97 per dollar



photo 1779348248011

RBI repo rate hike: ડોલર સામે રૂપિયામાં આવી રહેલા રેકોર્ડબ્રેક ઘટાડાએ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની ચિંતાઓ વધારી દીધી છે. રૂપિયાના આ ઘટાડાને રોકવા અને દેશની અર્થવ્યવસ્થાને સ્થિરતા આપવા માટે RBI હવે કેટલાક કડક પગલાં ઉઠાવી શકે છે, જેમાં વ્યાજદરોમાં વધારો કરવો પણ સામેલ છે.  એક રિપોર્ટ અનુસાર, RBI ગવર્નર સંજય મલ્હોત્રા સહિતના ટોચના અધિકારીઓએ હાલના દિવસોમાં આ મામલે મહત્ત્વની બેઠકો કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકોમાં રૂપિયાની સ્થિતિ સંભાળવા માટે વ્યાજદરો વધારવાથી લઈને વિદેશી રોકાણકારો પાસેથી ડોલર એકઠા કરવા જેવા તમામ કડક વિકલ્પો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે.

ઇમરજન્સી મીટિંગ બોલાવીને રેપો રેટ વધારવાની ગંભીર વિચારણા

આ સપ્તાહે રૂપિયો ડોલરની સામે તેના ઐતિહાસિક નીચલા સ્તરેથી ગગડીને પ્રતિ ડોલર આશરે 97ના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. રૂપિયાની આ નબળાઈને રોકવા માટે રેપો રેટમાં વધારો કરવાનો વિકલ્પ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે અને RBI આ બાબત પર ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહી છે. આમ તો RBIની આગામી એમપીસી (MPC) બેઠક 5 જૂનથી શરૂ થવાની છે, પરંતુ કટોકટીની ગંભીરતાને જોતા રિઝર્વ બેન્ક નક્કી કરેલા કાર્યક્રમ પહેલા પણ ઇમરજન્સી મીટિંગ બોલાવીને રેટ્સમાં ફેરફાર કરી શકે છે. આ પહેલા પણ મે 2022માં RBI નક્કી કરેલા શિડ્યુલથી અલગ જઈને અચાનક વ્યાજદરો વધારી ચૂકી છે.

સામાન્ય જનતા પર વધશે બોજ, તમામ પ્રકારની લોન મોંઘી થશે

જો RBI દ્વારા વ્યાજદરોમાં વધારો કરવામાં આવશે, તો દેશની બેન્કોને કેન્દ્રીય બેન્ક પાસેથી મોંઘા દરે ધિરાણ મળશે. પરિણામે, કોમર્શિયલ બેન્કો પણ સામાન્ય જનતા માટે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના વ્યાજદરો વધારી દેશે. બેન્કો દ્વારા વ્યાજદર વધારવાના કારણે સામાન્ય માણસ પર માસિક EMIનો બોજ સીધો વધી જશે, જેનાથી લોન લેવી વધુ મોંઘી બનશે.

NRI ડિપોઝિટ સ્કીમનો પ્લાન

રૂપિયાના મૂલ્યમાં અપેક્ષા કરતાં ખૂબ જ ઝડપી ઘટાડો થઈ રહ્યો છે. જો કે, આપણા દેશની આર્થિક સ્થિતિ અને બેન્કિંગ સિસ્ટમ સંપૂર્ણપણે મજબૂત અને સ્થિર છે, છતાં વૈશ્વિક દબાણના કારણે આ મજબૂતી એક્સચેન્જ રેટમાં દેખાઈ રહી નથી. આ કપરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે  RBI વર્ષ 2013ના ‘ટેપર ટેન્ટ્રમ’ સંકટ સમયના ફોર્મ્યુલાને ફરીથી અપનાવવા પર ગંભીર વિચારણા કરી રહી છે. તે સમયે પણ રૂપિયાના ગગડતા મૂલ્યને બચાવવા માટે, વિદેશી ચલણનો પ્રવાહ વધારવાના આશયથી સ્થાનિક બેન્કો દ્વારા વિશેષ નોન રેસિડેન્શિયલ ઈન્ડીયન  (NRI) ડિપોઝિટ સ્કીમ શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ક્રૂડમાં કડાકા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉથલપાથલ, ડૉલર સામે રૂપિયો મજબૂત, સોનું-ચાંદી સસ્તા થયા

NRI સ્કીમ દ્વારા 50 અબજ ડોલર એકઠા કરવાનો પ્લાન

રૂપિયાની સ્થિતિ સુધારવા માટે દેશના વિદેશી મુદ્રા ભંડારને વધારવો ખૂબ જ મહત્ત્વનો છે અને તેના માટે RBI આ વખતે મોટા પાયે ફંડ એકત્રિત કરવાની પ્લાનિંગ કરી રહી છે. RBIનો અંદાજ છે કે NRI માટે વિશેષ ડિપોઝિટ સ્કીમ લાવીને આ વખતે આશરે 50 અબજ ડોલર સુધીનું ફંડ મેળવી શકાય છે, જ્યારે 2013ના સંકટ દરમિયાન આ જ સ્કીમ દ્વારા 30 અબજ ડોલર એકઠા કરવામાં આવ્યા હતા.

આ અન્ય વિકલ્પો પર પણ થઈ રહ્યું છે મંથન

બજારમાં ડોલરની અછતને દૂર કરવા માટે આરબીઆઈ અન્ય દેશોની કેન્દ્રીય બેન્કો સાથે વધારાના કરન્સી સ્વાપ એગ્રીમેન્ટ (ચલણની અદલાબદલીના કરાર) કરી શકે છે. આ સિવાય, વિદેશોમાંથી સીધા ડોલર મેળવવા માટે સરકારની મદદથી ‘સોવરિન ડોલર બોન્ડ’ જાહેર કરવા પર પણ ગંભીર વિચારણા ચાલી રહી છે, જો કે આ બોન્ડ જાહેર કરવા અંગેનો અંતિમ નિર્ણય સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા જ લેવામાં આવશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤