લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

68 વર્ષની ઉંમરે પહાડો વચ્ચે અનિલ કપૂરનું ‘ઝક્કાસ’ વર્કઆઉટ! વીડિયો જોઈ સેલેબ્સ પણ ચોંક્યા | anil kapoor inspiring intense workout in nature

by

Thenewsdk

Updated: 21-05-2026, 08.10 PM

Follow us:

68 વર્ષની ઉંમરે પહાડો વચ્ચે અનિલ કપૂરનું ‘ઝક્કાસ’ વર્કઆઉટ! વીડિયો જોઈ સેલેબ્સ પણ ચોંક્યા | anil kapoor inspiring intense workout in nature



photo 1779365674509

Anil Kapoor Intense Workout: બોલિવૂડના ‘એવરગ્રીન’ સુપરસ્ટાર અનિલ કપૂરે પોતાના તાજેતરના એક ઇન્ટેન્સ વર્કઆઉટ વીડિયોથી ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ઉંમર માત્ર એક આંકડો છે. સોશિયલ મીડિયા પર શેર કરેલી આ અદભૂત ઝલકમાં અભિનેતાએ બતાવ્યું છે કે તેઓ રજાઓ ગાળવા દરમિયાન પણ પોતાની ફિટનેસ અને શિસ્તને કેટલું મહત્ત્વ આપે છે.

કુદરતની વચ્ચે ઇન્ટેન્સ વર્કઆઉટ

અનિલ કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “હું આ રીતે વેકેશન માણું છું…”

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં અનિલ કપૂર ખુલ્લા કુદરતી વાતાવરણમાં, સુંદર પહાડો અને ચારેય તરફ ફેલાયેલી હરિયાળી વચ્ચે અત્યંત સ્ફૂર્તિથી ઇન્ટેન્સ પુશ-અપ્સ કરતા જોવા મળે છે. કાળા રંગના ફિટેડ ટી-શર્ટ, ડાર્ક વર્કઆઉટ પેન્ટ અને બ્લેક કેપમાં સજ્જ અનિસ કપૂર સંપૂર્ણપણે પોતાના ફિટનેસ રૂટીનમાં તલ્લીન દેખાઈ રહ્યા હતા. આ ખાસ વીડિયો ક્લિપના બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક સ્કોર “Live To Win” પણ સંભળાઈ રહ્યો છે, જે વીડિયોને વધુ પાવરફુલ બનાવે છે.

સેલિબ્રિટીઝ અને ચાહકોએ વરસાવ્યો પ્રેમ

આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતાંની સાથે જ વાયરલ થઈ ગયો છે અને અસંખ્ય ચાહકો સહિત બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ તેમની આ પ્રતિબદ્ધતાના વખાણ કરી રહ્યા છે. જાણીતા અભિનેતા સુધાંશુ પાંડેએ આ વીડિયો પર કોમેન્ટ કરતા “સુપર” લખ્યું છે, જ્યારે મહીપ કપૂર, રાહુલ દેવ અને મનીષ પૌલે પણ તાળીઓ અને ફાયરના ઇમોજી પોસ્ટ કરીને અભિનેતાના જોશને બિરદાવ્યો છે.

આ પણ વાંચો: ગોવિંદાની ઈવેન્ટમાં બબાલ, એક્ટરે માફી માગ્યાના અહેવાલો વચ્ચે મેનેજરે કર્યો ચોંકાવનારો દાવો

ઉંમરને આપી માત

68 વર્ષની ઉંમરે પણ અનિલ કપૂર નવી પેઢીના યુવા કલાકારોને ટક્કર આપી રહ્યા છે. તેઓ અવારનવાર સાબિત કરે છે કે ફિટનેસ જાળવવા માટે ઉંમરની કોઈ મર્યાદા હોતી નથી. તેઓ દાયકાઓથી પોતાની શિસ્તબદ્ધ જીવનશૈલી, સ્વસ્થ આહાર અને વર્કઆઉટ રૂટીનને વળગી રહ્યા છે. પોતાના બિઝી શિડ્યુલ અને ફિલ્મોના શૂટિંગના વ્યસ્ત સમયપત્રક વચ્ચે પણ તેઓ ક્યારેય વર્કઆઉટ કરવાનું ચૂકતા નથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી ચાહકોને ફિટ રહેવા માટે પ્રેરણા આપતા રહે છે.





Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤