લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

જાહ્નવી કપૂરનાં નખરાંઓથી પેડ્ડી ફિલ્મની ટીમ તંગ | Peddi film team tense over Janhvi Kapoor’s flirtations

by

Thenewsdk

Updated: 21-05-2026, 06.45 AM

Follow us:

જાહ્નવી કપૂરનાં નખરાંઓથી પેડ્ડી ફિલ્મની ટીમ તંગ | Peddi film team tense over Janhvi Kapoor’s flirtations



photo 1779294222673

– જાહ્નવી પોતાનો રોલ  કપાતાં નારાજ હોવાની ચર્ચા

– જાહ્નવીએ રામચરણને એક કલાક સુધી કારમાં રાહ જોતો બેસાડી રાખ્યો

મુંબઇ : સાઉથની ફિલ્મ ‘પેડ્ડી’ની ટીમ જાહ્નવી કપૂરનાં નખરાંઓથી  નારાજ થઈ ગઈ હોવાનું કહેેવાય છે. ફિલ્મના પ્રમોશન   દરમિયાન જાહ્નવીના એટિટયુડથી અન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે.  આ ફિલ્મમાં જાહ્નવીનો રોલ બહુ કપાઈ ગયો હોવાથી હવે  તે પ્રમોશન વખતે નખરાં દેખાડી રહી હોવાનું કહેવાય છે. 

મુંબઈમાં ટ્રેલર લોન્ચ વખતે જાહ્નવી એક કલાક મોડી આવી હતી.  પરિણામે રામ ચરણ મીડિયાકર્મીઓના પ્રશ્રોત્તરીથી બચવા કારમાં જ બેસી રહ્યો હતો. પ્રમોશન માટે સમયસર પહોંચેલા અન્ય કલાકારોએ પણ ગુસ્સો  વ્યક્ત કર્યો હતો. 

બોલિવુડ વર્તુળોમાં ચર્ચા અનુસાર ફિલ્મ સાઈન કરતી વખતે જાહ્નવીને કહેવાયું હતું કે તેની ફિલ્મમાં બહુ લાંબી અને મહત્વની ભૂમિકા હશે. જોકે,  ફિલ્મનો ફાઈનલ કટ જોયા પછી જાહ્નવીને ખ્યાલ આવ્યો હતો કે તેની ભૂમિકા તદ્દન ગૌણ અને એકદમ ટૂંકી છે. તે પછી તેણે પોતે આ ફિલ્મનાં પ્રમોશનમાં ભાગ નહિ લે તેવો નિર્ણય કર્યો હતો. જોકે, નિર્માતાઓએ તેને જણાવ્યું હતું કે કરારના ભાગરુપે  તે પ્રમોશનમાં હાજરી આપવા  બંધાયેલી છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤