લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

રૂપિયો 97ને પાર જશે? જાણો ઇતિહાસના સૌથી મોટા કડાકા બાદ પીયૂષ ગોયલની દેશવાસીઓને અપીલ | rupee falls to record low piyush goyal says government monitoring situation

by

Thenewsdk

Updated: 21-05-2026, 04.44 PM

Follow us:

રૂપિયો 97ને પાર જશે? જાણો ઇતિહાસના સૌથી મોટા કડાકા બાદ પીયૂષ ગોયલની દેશવાસીઓને અપીલ | rupee falls to record low piyush goyal says government monitoring situation



Piyush Goyal On Rupee Fall: અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં થઈ રહેલા સતત ઘટાડાને રોકવા માટે કેન્દ્ર સરકાર સક્રિય છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે જણાવ્યું હતું કે, ચલણને સ્થિર કરવા માટે સરકારના તમામ વિભાગો સાથે મળીને કામ કરી રહ્યા છે અને આ અંગે અનેક મહત્ત્વના પગલાં લેવા પર વિચારણા ચાલી રહી છે.એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં ગોયલે જણાવ્યું કે, ‘અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. સરકારના તમામ વિભાગો એક ટીમ તરીકે કામ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં યોગ્ય પગલાં લેવામાં આવશે.’

રૂપિયો કેમ ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચ્યો?

વૈશ્વિક બજારમાં પ્રવર્તી રહેલા પડકારોના કારણે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતીય રૂપિયા પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ(કાચા તેલ)ની કિંમતો સતત વધી રહી છે. વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં વધારો થયો છે. વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી સતત પૈસા પાછા ખેંચવા લાગ્યા છે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે પ્રવર્તી રહેલી ભૌગોલિક-રાજકીય (Geopolitical) અનિશ્ચિતતાઓ પણ મહત્ત્વનું કારણ છે. 

રૅકોર્ડ ઘટાડો

તાજેતરમાં જ ભારતીય રૂપિયો અમેરિકી ડૉલર સામે ઘટીને 96.88 રૂપિયાની અત્યાર સુધીની સૌથી નીચલી ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે.

બિન-જરૂરી આયાત પર પ્રતિબંધ મૂકાશે? 

મંત્રીને પૂછવામાં આવ્યું કે શું સરકાર કરંટ એકાઉન્ટ ડેફિસિટ (CAD) પરનું દબાણ ઘટાડવા માટે બિન-જરૂરી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે? ત્યારે તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. ગોયલે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, “હાલમાં આયાત પર પ્રતિબંધ મૂકવાની કોઈ યોજના નથી. પરંતુ અમે દેશના તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આયાત પર નિર્ભર હોય તેવી વસ્તુઓ પર થતાં ખર્ચ અંગે વધુ જાગૃત બને.”

આ પડકારજનક સમયમાં પણ ભારત વિજેતા બનશે

વૈશ્વિક મંદી અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે પણ પીયૂષ ગોયલે ભારતીય અર્થતંત્રની મજબૂતી પર પૂરો ભરોસો વ્યક્ત કર્યો છે. તેમણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે, “વૈશ્વિક પરિસ્થિતિ ઘણી પડકારજનક છે, પરંતુ અમારી પાસે આત્મવિશ્વાસ અને દૃઢ વિશ્વાસ છે કે આ મુશ્કેલ સમયમાંથી પણ ભારત વધુ મજબૂત બનીને વિજેતા તરીકે બહાર આવશે.”

આગામી મહિને અમેરિકી પ્રતિનિધિમંડળ ભારત આવશે

અમેરિકન વેપાર પ્રતિનિધિમંડળની (US Trade Delegation) ભારત મુલાકાત અંગે માહિતી આપતાં મંત્રીએ સંકેત આપ્યો હતો કે, આગામી મહિને એટલે કે જૂન મહિનામાં આ અંગે બેઠક અને ચર્ચા થવાની સંભાવના છે. મુખ્ય વાટાઘાટકાર (Chief Negotiator) આ ડેલિગેશન સાથે નથી આવી રહ્યા, પરંતુ આગામી મહિને તેમની મુલાકાતનું આયોજન છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤