લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

અક્ષય કુમાર સાઈફાઈ એલિયન થ્રીલર ફિલ્મ સમુકમાં | Akshay Kumar in sci fi alien thriller film Samuk

by

Thenewsdk

Updated: 25-05-2026, 03.00 AM

Follow us:

અક્ષય કુમાર સાઈફાઈ એલિયન થ્રીલર ફિલ્મ સમુકમાં | Akshay Kumar in sci fi alien thriller film Samuk



photo 1779643256580

– વિપુલ અમૃતલાલ શાહ આ ફિલ્મ બનાવશે

– હોલિવુડના બે નિષ્ણાતો લ્યુક ટુમ્બર અને એલેક ગિલ્સ આ પ્રોજેક્ટ સાથે જોડાશે

મુંબઈ: અક્ષય કુમારે એલિયન પરની નવી એલિયન સાઈફાઈ થ્રીલર ફિલ્મ ‘સમુક’ની જાહેરાત કરી છે. તે આ  ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે  અને સાથે સાથે સહ નિર્માતા તરીકે પણ જોડાશે. 

ફિલ્મના નિર્મતા તરીકે વિપુલ અમૃતલાલ શાહ છે. જ્યારે કનિષ્ક વર્મા તેનું દિગ્દર્શન કરવાના છે. 

બોલિવુડમાં એલિયન પરની આ પહેલી ફિલ્મ હશે તેવો દાવો થઈ રહ્યો છે. એવો પણ દાવો કરાયો છે કે આ ફિલ્મની વાર્તા તથા એલિયન કેરેક્ટર બિલકૂલ ઓરિજિનલ હશે અને તેમાં કોઈ હોલિવુડ ફિલ્મની નકલ નહીં હોય. 

આ ફિલ્મ સાથે હોલિવુડના બે નિષ્ણાતો પણ જોડાવાના છે. ‘મિશન ઈમ્પોસીબલ’ જેવી ફિલ્મો માટે કામ કરી ચૂકેલા લ્યુક ટયુમ્બર ફિલ્મમાં સ્ટન્ટ કો  ઓર્ડિનેટર તરીકે જોડાશે. 

બીજી તરફ ‘એલિયન’ ફ્રેન્ચાઈઝ ફિલ્મો સાથે  જોડાયેલા ક્રિએટર ઈફેક્ટસ નિષ્ણાત એલેક ગિલ્સ પણ આ પ્રોજેક્ટમાં સામેલ થઈ રહ્યા છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤