લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

ક્રૂડમા આંચકા પચાવી ભાવ 100 ડોલર પાર: સોના-ચાંદીમાં નવેસરથી ઘટાડો | Crude oil price crosses 100 after shock: Gold and silver fall again

by

Thenewsdk

Updated: 27-05-2026, 05.45 AM

Follow us:

ક્રૂડમા આંચકા પચાવી ભાવ 100 ડોલર પાર: સોના-ચાંદીમાં નવેસરથી ઘટાડો | Crude oil price crosses 100 after shock: Gold and silver fall again



photo 1779812639135

– ઈરાન તથા અમેરિકા વચ્ચે  ફરી તણાવ વધતા

– ઈઝરાયેલ તથા લેબેનેોન વચ્ચે પણ ઘર્ષણ વધતાં બજારોમાં અજંપો:  ચાંદીમાં અશુદ્ધ માલોની સપ્લાય વધતાં ચિંતાનો માહોલ

– સોનું-1,62,500 ચાંદી -2,60,000

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચંદીના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી તૂટયા હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ઉછાળે ફંડોની વેચવાલી બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

 જોકે મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલર સામે રૂપિયો  વધતો અટકી ફરી ઘટાડા પર રહેતાં ઝવનેરી બજારોમં કિંમતી ધાકુઓમાં ભાવ ઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ ઘટયા હતા જ્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ તૂટયા હતા.  વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૫૬૬થી ૪૫૬૭ વાળા ઘટી નીચામાં ભાવ ૪૫૦૦ થઈ ૪૫૨૦થી ૪૫૨૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔંસના ૭૭.૮૮થી ૭૭.૮૯ વાળા ઘટી નીચામાં ભાવ ૭૫.૪૯ થઈ ૭૬.૨૨ થી ૭૬.૨૩ ડોલર રહ્યા હતા.  દરમિયાન, ઈરાન-અમેરિકા વચ્ચે ફરી તણાવ વધતાં વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ આંચકા પચાવી આજે ફરી વધી આવ્યા હતા.  બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૩ ટકા વધી ઉંચામાં ભાવ ૧૦૦.૧૨ થઈ ૯૯.૨૨ ડોલર રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ સોનાના ભાવ આજે ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૬૨૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૨૫૦૦   રહ્યા  હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ઘટી રૂ.૨૬૦૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ  રૂ.૧૨૦૦ ઘટી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૫૬૯૮૦ તથા ૯૯૯ના રૂ.૧૫૭૬૧૧ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ રૂ.૫૦૦૦ ઘટી જીએસટી વગર ભાવ રૂ.૨૬૬૨૧૩ રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦થી  ૫૦૦ ઘટી રૂ.૬૬૪૯૯ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૯૬૨થી ૧૯૬૩ વ ાળા નીચામાં ભાવ ૧૯૩૯ થઈ ૧૯૪૫થી  ૧૯૪૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૧૩૭૨ થઈ ૧૩૮૮થી ૧૩૮૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવમાં ધીમી પીછેહટ દેખાઈ હતી.  ભારતમાં તાજેતરમાં ચાંદીના ભાવ વધી જતાં તથા ઈમ્પોર્ટ ડયુટી વધવા ઉપરાંત ચાંદીની આયાત પર અંકુશો પણ લાદવામાં આવતાં હવે બજારોમાં નબળી ગુણવત્તાવાળી અશુદ્ધ ચાંદીના કોઈન્સ તથા બાર્સની સપ્લાય વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી હતી. આ પ્રશ્ને ફરજીયાત હોલમાર્કિંગ તથા સિલ્વર રિફાઈનિંગ ક્ષેત્રે ફરજીયાત લાઈન્સસીંગ માટે સરકારે સક્રિયતા વધારવી જરૂરી હોવાનું જાણકારો જણાવતા હતા.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤