લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

2.3 કરોડની વસતી ધરાવતા તાઇવાને શેરબજારમાં ભારતને કેવી રીતે પછાડ્યું? જાણો અસલી કારણ | Taiwan Overtakes India in Global Market Cap Rankings as TSMC Soars on AI Boom

by

Thenewsdk

Updated: 26-05-2026, 01.17 PM

Follow us:

2.3 કરોડની વસતી ધરાવતા તાઇવાને શેરબજારમાં ભારતને કેવી રીતે પછાડ્યું? જાણો અસલી કારણ | Taiwan Overtakes India in Global Market Cap Rankings as TSMC Soars on AI Boom



photo 1779781635255


Taiwan Overtakes India Market Cap: એશિયાના શેરબજારમાં પહેલીવાર એક બહુ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. દુનિયાભરના શેરબજારોના માર્કેટ કેપિટલાઇઝેશન (માર્કેટ કેપ)ની રેન્કિંગમાં તાઇવાને ભારતને પાછળ છોડી દીધું છે અને વિશ્વમાં પાંચમું સ્થાન મેળવી લીધું છે. તાઇવાનના આ આશ્ચર્યજનક અને સુપરફાસ્ટ ઉછાળા પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ક્રેઝ જવાબદાર છે. AIની ભારે માગને કારણે વિશ્વની સૌથી મોટી ચિપ બનાવતી કંપની TSMCના શેરમાં જોરદાર તેજી આવી છે, જેનો સીધો ફાયદો તાઇવાનને મળ્યો છે. આ ફેરફારને કારણે હવે ભારત વૈશ્વિક યાદીમાં એક સ્થાન નીચે સરકીને છઠ્ઠા નંબરે પહોંચી ગયું છે.

વૈશ્વિક માર્કેટ કેપમાં વિવિધ દેશોની સ્થિતિ

હાલમાં વૈશ્વિક સ્તરે વિવિધ દેશોના માર્કેટ કેપ આ પ્રમાણે છે:

– અમેરિકા: $77.96 ટ્રિલિયન સાથે દુનિયાનું સૌથી મોટું શેરબજાર.

– ચીન: $15.57 ટ્રિલિયન સાથે બીજા સ્થાને.

– જાપાન: $8.67 ટ્રિલિયન સાથે ત્રીજા સ્થાને.

– હોંગકોંગ: $7.26 ટ્રિલિયન સાથે ચોથા સ્થાને.

– તાઇવાન: $4.95 ટ્રિલિયન સાથે હવે પાંચમા સ્થાને.

– ભારત: $4.92 ટ્રિલિયન સાથે છઠ્ઠા સ્થાને આવી ગયું છે.

ચિપમેકર કંપનીની તેજીનો તાઇવાનને સીધો ફાયદો

તાઇવાનના શેરબજારનો આ આખોય આર્થિક વિકાસ મુખ્યત્વે તેની ચિપમેકર કંપની ‘તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની’ (TSMC)ને આભારી છે. તાઇવાનના મુખ્ય શેરબજાર ઇન્ડેક્સમાં આ એક જ કંપનીનો હિસ્સો 42%થી વધુ છે. આ વર્ષે વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભારે માગ વચ્ચે સેમિકન્ડક્ટર સેક્ટરમાં મોનોપોલી ધરાવતી આ કંપનીના શેરમાં 49%નો તોતિંગ ઉછાળો આવ્યો છે, જેનો સીધો ફાયદો તાઇવાનને મળ્યો છે.

આ પણ વાંચો: ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ

ભારતીય શેરબજાર કેમ પડ્યું નબળું?

વર્ષ 2026ના વૈશ્વિક પ્રવાહો પર નજર કરીએ તો અત્યારે આર્થિક બજારમાં બે મુખ્ય બાબતો ચાલી રહી છે – એક તરફ AIની તેજી છે અને બીજી તરફ ઈરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા છે. ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે અન્ય દેશો પાસેથી મોટા પાયે ઓઇલની આયાત કરે છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષને કારણે ઓઇલના ભાવવધારાએ ભારત જેવા આયાત નિર્ભર દેશોની ચિંતા અને મોંઘવારી વધારી દીધી છે. જ્યારે બીજી તરફ, ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા તાઇવાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોને આ વૈશ્વિક AI રેલીનો પૂરો લાભ મળી રહ્યો છે.

સેન્સેક્સ-નિફ્ટીમાં 5%નો મોટો કડાકો

સપ્ટેમ્બર 2024થી ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં 5-5 ટકાનો ઘટાડો થયો છે અને બજાર સતત નબળું પ્રદર્શન કરી રહ્યું છે. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:

વિદેશી રોકાણકારોની પીછેહઠ: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સતત ભારતીય શેરબજારમાંથી પોતાના પૈસા પાછા ખેંચી રહ્યા છે.

વૈશ્વિક તણાવ અને નબળો નફો: દુનિયાભરમાં ચાલી રહેલા વેપાર તણાવ અને ભારતીય કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામોને કારણે રોકાણકારોનો ઉત્સાહ ઠંડો પડી ગયો છે.

AI કંપનીઓનો અભાવ: ભારતીય શેરબજારના મુખ્ય મોટા શેરોમાં (Heavyweights) વૈશ્વિક સ્તરે ધૂમ મચાવનારી AI સંલગ્ન મોટી ટેક્નોલોજી કંપનીઓ સામેલ નથી. આ જ કારણે ભારત આ વૈશ્વિક તેજીનો ફાયદો ઉઠાવી શક્યું નથી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤