લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

ચાંદીના ભાવમાં અચાનક 5000 રૂપિયાનો ઉછાળો, તો સોનું પણ ભાવમાં ‘ચમક્યુ’ ! | Gold Silver Rate Today: Silver Jumps By 5000 Rupees and Gold Nears 1 60 Lakh on MCX Market Open

by

Thenewsdk

Updated: 25-05-2026, 10.07 PM

Follow us:

ચાંદીના ભાવમાં અચાનક 5000 રૂપિયાનો ઉછાળો, તો સોનું પણ ભાવમાં ‘ચમક્યુ’ ! | Gold Silver Rate Today: Silver Jumps By 5000 Rupees and Gold Nears 1 60 Lakh on MCX Market Open



photo 1779718654952

Gold Silver Rate Update : સોમવારે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. જોકે, આ તેજી છતાં પણ સોનું અને ચાંદી બંને કિંમતી ધાતુઓ તેમના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર (All-Time High) કરતાં ઘણી સસ્તી મળી રહી છે. સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Rates) મોટો ફેરફાર જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોમવારે વાયદા બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા હતા. ચાંદીના ભાવમાં અચાનક પ્રતિ કિલો 5000 રૂપિયાથી વધુનો વધારો ઝીંકાયો છે, તો બીજી તરફ સોનામાં પણ ચમકારો જોવા મળ્યો છે, અને તે 1.60  લાખ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભલે સોના-ચાંદીના વાયદાના ભાવ વધ્યા હોય, પરંતુ આ વધારા પછી પણ ગોલ્ડ અને સિલ્વર તેમના હાઈ લેવલથી ઘણા સસ્તા છે. એક તરફ MCX પર ચાંદીનો ભાવ તેના લાઈફ ટાઈમ હાઈ લેવલ કરતા હજુ પણ પ્રતિ કિલોગ્રામ 1.80 લાખ રૂપિયાથી વધુ સસ્તો છે. તો બીજી તરફ સોનું તેના હાઈ લેવલથી 43,000 રૂપિયાથી વધુ સસ્તું મળી રહ્યું છે.

આ પણ વાંચો : હવે પેટ્રોલ પંપ પર નહીં થાય મોટો ખેલ : સરકારે CNG-LNGના નિયમ અંગે લીધો કડક નિર્ણય

ચાંદીના ભાવમાં 5000ની ચમક !

MCX પર ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ ચાંદીના વાયદાના ભાવમાં ભારે ગતિ જોવા મળી હતી. 3 જુલાઈની એક્સપાયરી વાળી ચાંદી ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે 2,71,846 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. સોમવારે બજાર ખુલતાની સાથે જ આ કિંમતી ધાતુ ઉછળીને 2,77,245  રૂપિયા પર પહોંચી ગઈ હતી. એટલે કે એક જ ઝટકામાં 1 કિલો ચાંદી 5399 રૂપિયા મોંઘી થઈ ગઈ હતી. જોકે, ચાંદીના ભાવમાં આ તેજી છતાં, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જે હાઈ લેવલ જોવા મળ્યું હતું, તેની સરખામણીએ કિંમત હજુ પણ ઘણી ઓછી છે. વાસ્તવમાં, MCX પર ચાંદી ઓલ-ટાઇમ હાઈ રેટના બદલે 1 લાખ 80 હજારની આસપાસ છે. જ્યારે સોનું 43,000 રૂપિયા સસ્તુ મળી રહ્યુ છે.

સોનાના ભાવમાં પણ મોટો ‘ચમકારો’

માત્ર ચાંદી જ નહીં, પરંતુ સોનાના ભાવમાં પણ તેજી જોવા મળી છે. 5 જૂનની એક્સપાયરી વાળું વાયદા સોનું ગયા શુક્રવારે 1,58,679 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, અને સોમવારે તે પણ ચાંદીની જેમ સ્પીડ પકડતું જોવા મળ્યું હતું. બજાર ખુલતાની સાથે જ 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ  1,59,500 રૂપિયા પર પહોંચી ગયો હતો, એટલે કે તેમાં પ્રતિ 10 ગ્રામ 821 રૂપિયાનો વધારો નોંધાયો હતો. સોનું પણ જાન્યુઆરી 2026માં જ તેના લાઈફ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યું હતું, અને તમામ જૂના રેકોર્ડ તોડીને 2,02,984 રૂપિયાનો આંકડો સ્પર્શ્યો હતો. આ સ્તરને સર કર્યા પછી સોનાના ભાવમાં મોટો ઘટાડો પણ જોવા મળ્યો હતો. હાલની વાત કરીએ તો, કિંમતી સોનું  તેના ઓલ-ટાઇમ હાઈ ભાવથી 43,484 રૂપિયા સુધી સસ્તુ મળી રહ્યું છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤