લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોનું-ચાંદી પણ મોંઘા, ક્રૂડ ઓઈલમાં ભૂકંપ, ડૉલર સામે રૂપિયો મજબૂત | Sensex Nifty Surge Gold Silver Prices Rise Brent Crude Crashes Rupee Strengthens

by

Thenewsdk

Updated: 25-05-2026, 09.32 AM

Follow us:

સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોનું-ચાંદી પણ મોંઘા, ક્રૂડ ઓઈલમાં ભૂકંપ, ડૉલર સામે રૂપિયો મજબૂત | Sensex Nifty Surge Gold Silver Prices Rise Brent Crude Crashes Rupee Strengthens



photo 1779681756720

Market Updates : જેમ જેમ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના અંત થવાની શક્યતા વધતી જઇ રહી છે તેમ તેમ વૈશ્વિક બજારમાં તેની અસર દેખાવા લાગી છે. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં તો ભારે તેજી જોવા જ મળી રહી છે ત્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતોમાં પણ જોરદાર કડાકો બોલાઈ ગયો છે. 

સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ તેજી 

આજે નવા ટ્રેડિંગ વીકના પ્રથમ દિવસ સોમવારે બજાર ખુલતાની સાથે સેન્સેક્સમાં પ્રચંડ તેજી જોવા મળી. શુક્રવારનું સેન્સેક્સનું ક્લૉઝિંગ 75415.35 પોઈન્ટ રહ્યું હતું જે આજે સીધું 76289.52 પર ખુલ્યું હતું. જે કુલ 870થી વધુ પોઈન્ટની તેજી દર્શાવે છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તેનું શુક્રવારનું ક્લૉઝિંગ 23,719.30 પર થયું હતું જે આજે સોમવારે સીધું 23,983.45 પોઈન્ટ પર ખુલ્યું હતું જે કુલ 260થી વધુ પોઈન્ટની તેજી દર્શાવે છે. જેના કારણે આજે શેરબજારના મોટા ભાગના શેરોમાં હરિયાળી છવાઈ ગઈ હતી. 

સોનુ-ચાંદી મોંઘા થયા 

બીજી બાજુ વાયદા બજારની વાત કરીએ તો સોનામાં આજે 800 રૂપિયા સુધીનો ઉછાળો નોંધાયો હતો. હાલમાં સોનાની કિંમત 159200 ની આજુબાજુ ટ્રેડ થઇ રહી છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો 5000 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. હાલમાં ચાંદી થોડી ઘટીને 275690ની આજુબાજુ ટ્રેડ થઇ રહી છે. 

ક્રૂડ ઓઈલમાં કડાકો 

બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતોની વાત કરીએ ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ મંત્રણા છેલ્લા તબક્કા સુધી પહોંચી જતા ક્રૂડ ઓઈલમાં કડાકો બોલાઈ ગયો હતો અને હાલમાં ક્રૂડ ઓઈલની કિંમતો 95 ડૉલરની પણ નીચે 94.79 ડૉલરના સ્તરે ટ્રેડ થઇ રહી છે. 

રૂપિયો મજબૂત થયો 

બીજી બાજુ આરબીઆઈ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અને વૈશ્વિક સ્તરે ફરી એકવાર યુદ્ધમાં શાંતિના દેખાતા સંકેતો વચ્ચે રૂપિયો ફરી એકવાર ડૉલર સામે મજબૂત થયો હતો. હાલમાં ડૉલર સામે રૂપિયો 95.70 રૂપિયાના લેવલે આવી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે એક સમયે રૂપિયો ડૉલર સામે 96.96ના લેવલે પહોંચી ગયો હતો. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤