![]()
Market Updates : આજે શેરબજારમાં વીકલી ટ્રેડિંગનો છેલ્લો દિવસ છે ત્યારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ફરી એકવાર તેજીનો ઘોડો દોડ્યો છે. જોકે તેનું કારણ ખાસ કરીને ડૉલર સામે રૂપિયાનું મજબૂત થવું અને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના અંતના સંકેતોને માનવામાં આવી રહ્યા છે. જોકે સોનુ-ચાંદી પણ આજે સસ્તાં થતા રોકાણકારો માટે ફરી એકવાર ખરીદીનો માહોલ સર્જાયો છે. બીજી બાજુ ક્રૂડ ઓઇલ 105 ડૉલરે પહોંચી ગયો છે જે મોંઘવારી માટે ખતરાની ઘંટડી સમાન બાબત છે.
સેન્સેક્સ-નિફ્ટીની શું છે સ્થિતિ?
સેન્સેક્સની વાત કરીએ તો ગત રોજના જૂના ક્લૉઝિંગ 75183.36થી આજે કુલ સેન્સેક્સ 627 પોઇન્ટનો ઉછાળો દર્શાવી રહ્યો છે. આજનું સેન્સેક્સનું હાઇ 75810 પોઇન્ટ રહ્યું હતું. હાલમાં સેન્સેક્સ 75718.59 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો જે ગઈકાલે 23654 પર બંધ થઈ હતી તે આજે 23807 પર ટ્રેડ થઈ રહી છે. જે કુલ 181 પોઇન્ટનો ઉછાળો દર્શાવે છે.
સોનું-ચાંદી સસ્તા થયા
ચાંદી જે ગઈકાલે વાયદા બજારમાં 274883 પર બંધ થઈ હતી તે આજે 272016 રૂપિયા સુધી તૂટી હતી. જે કુલ 2867 રૂપિયાનો કુલ ઘટાડો દર્શાવે છે. જ્યારે સોનું જે ગઈકાલે 159606 રૂપિયાએ બંધ થયું હતું તે આજે 158816 રૂપિયા સુધી ગગડ્યું હતું જે કુલ 719 રૂપિયાનો ઘટાડો દર્શાવે છે.
ક્રૂડ ઓઇલમાં તેજી તો ડૉલર સામે રૂપિયો મજબૂત
બીજી બાજુ ક્રૂડ ઓઇલમાં આજે ફરી તેજી જોવા મળી રહી છે. ગઈકાલે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ગગડીને 102 ડૉલરે આવી ગયું હતું. જોકે આજે ફરી તે 105 ડૉલરની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે. મોંઘવારી માટે આ ફરી એકવાર ખતરો મનાય છે. જ્યારે ડૉલર સામે રૂપિયો મજબૂત થતો દેખાઈ રહ્યો છે. ગઈકાલે ડૉલર સામે રૂપિયો 96.10ની સપાટીએ ક્લૉઝ થયો હતો. જ્યારે આજે રૂપિયો 95.71 રૂપિયા સુધી મજબૂત થઈ ગયો છે. એટલે કે ડૉલર સામે રૂપિયાની વેલ્યૂ 0.40 પૈસા જેટલી મજબૂત થઈ છે. એક સમયે ડૉલર સામે રૂપિયો 96.97ના લેવલે પહોંચી ગયો હતો. જેમાં બે દિવસમાં રૂપિયામાં ફરી રિકવરી દેખાઈ રહી છે.


Leave a Comment