લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

ઇતિહાસમાં પહેલીવાર સરકારના ખાતામાં રૂ.3.5 લાખ કરોડ જમા કરાવશે RBI: રિપોર્ટમાં દાવો; જાણો કારણ | rbi dividend transfer to government fy26 record 3 point 5 lakh crore

by

Thenewsdk

Updated: 21-05-2026, 05.01 PM

Follow us:

ઇતિહાસમાં પહેલીવાર સરકારના ખાતામાં રૂ.3.5 લાખ કરોડ જમા કરાવશે RBI: રિપોર્ટમાં દાવો; જાણો કારણ | rbi dividend transfer to government fy26 record 3 point 5 lakh crore



photo 1779363085553

Reserve Bank of India surplus transfer FY26: કેન્દ્ર સરકાર માટે આર્થિક મોરચે ખૂબ જ મોટા અને રાહતના સમાચાર આવી રહ્યા છે. રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા નાણાકીય વર્ષ 2025-26 માટે સરકારને અત્યાર સુધીનું સૌથી રૅકોર્ડબ્રેક સરપ્લસ ડિવિડન્ડ ટ્રાન્સફર કરે તેવી શક્યતા છે. એક રિપોર્ટ અનુસાર, આ ચૂકવણી 2.7 લાખ કરોડ રૂપિયાથી લઈને 3.5 લાખ કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

RBI બોર્ડની શુક્રવારે(22 મે) એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે. જેમાં આ સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપવામાં આવી શકે છે. જો આ રકમ અંદાજ મુજબ 3.5 લાખ રૂપિયા કરોડની આસપાસ રહેશે, તો તે દેશના ઈતિહાસમાં RBI દ્વારા સરકારને આપવામાં આવેલું સૌથી મોટું ડિવિડન્ડ હશે.

ગયા વર્ષનો પણ તૂટશે રૅકોર્ડ!

ગયા નાણાકીય વર્ષમાં પણ આરબીઆઈએ સરકારને 2.69 લાખ કરોડ રૂપિયાનું રૅકોર્ડબ્રેક ડિવિડન્ડ આપ્યું હતું. પરંતુ આ વર્ષે તેમાં ધરખમ વધારો થવાની આશા છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં RBI દ્વારા સરકારને અપાતા ડિવિડન્ડમાં ત્રણ ગણો વધારો થયો છે. જે કેન્દ્ર સરકાર માટે નોન-ટેક્સ રેવન્યુનો એક મોટો સ્ત્રોત બની ગયો છે.

આ પણ વાંચો : પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડનો પાકિસ્તાનમાં ખાતમો! અજ્ઞાત હુમલાખોરોએ ઑફિસમાં ઘૂસીને ગોળી મારી

RBIની કમાણી આટલી બધી કેમ વધી?

તમને પ્રશ્ન થશે કે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થઈ રહ્યો છે તો RBI આટલી કમાણી ક્યાંથી કરી રહ્યું છે? નાણાકીય વર્ષ 2026 દરમિયાન અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયામાં આશરે 10 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાને કારણે RBI પાસે રહેલી વિદેશી ચલણની સંપત્તિનું મૂલ્ય વધી ગયું છે. રૂપિયાને વધુ ગગડતો અટકાવવા માટે RBI એ ચલણ બજારમાં સક્રિયપણે હસ્તક્ષેપ કરીને મોટા પાયે ડૉલરનું વેચાણ કર્યું હતું, જેનાથી બૅંકને મોટો નફો થયો છે. પડકારો છતાં નાણાકીય વર્ષ 2026માં ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 3 ટકા વધીને લગભગ 688 અબજ ડૉલર પર પહોંચી ગયું છે. આ સિવાય વિદેશી રોકાણોમાંથી મળેલી ઊંચી ઉપજ અને કરન્સી પ્રિન્ટિંગ પ્રવૃત્તિઓમાંથી થયેલી આવકે પણ RBIના નફામાં મોટો ભાગ ભજવ્યો છે.

સરકારને આનાથી શું ફાયદો થશે?

આ અઢળક નાણાં મળવાથી સરકારને દેશના વિકાસ કાર્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને રાજકોષીય ખાધને અંકુશમાં રાખવામાં ખૂબ જ મોટી મદદ મળશે. જોકે, આ સંભવિત ચૂકવણી અંગે રિઝર્વ બૅંક દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી અને શુક્રવારની બેઠક બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤