લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

પેસેન્જર ટ્રેનો અને માલગાડીઓના રૃટ તથા સમયપત્રકમાં ફેરફાર થશે | There will be changes in the routes and timetables of passenger trains and freight trains

by

Thenewsdk

Updated: 21-05-2026, 11.50 PM

Follow us:

પેસેન્જર ટ્રેનો અને માલગાડીઓના રૃટ તથા સમયપત્રકમાં ફેરફાર થશે | There will be changes in the routes and timetables of passenger trains and freight trains



પશ્વિમ
રેલવે દ્વારા વડોદરા રેલવે સ્ટેશનના યાર્ડ રીમોડલિંગ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ
સિસ્ટમ અપગ્રેડેશનની કામગીરીને લઈને મહત્ત્વના આદેશો જારી કરાયા છે.

રેલવે
દ્વારા વડોદરા સેક્શનમાં યાર્ડ રીમોડલિંગ સાથે નવી ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ
સિસ્ટમ સ્થાપિત કરાશે. આ કામગીરી ૭૦ દિવસ સુધી ચાલશે. કાર્ય દરમિયાન ૩૮મા દિવસે
(જુનના ત્રીજા સપ્તાહમાં) ૨૪ કલાક માટે નોન-ઇન્ટરલોકિંગ બ્લોક  હોવાથી કેટલીક લાઈનો પર ટ્રેનોની અવરજવર
મર્યાદિત રહેશે. આ દરમિયાન લાઇન નં. ૪
,
, ૬ અને ૭ બંધ રહેશે.  અપ અને ડાઉન ટ્રેનોની અવરજવર લાઇન નં. ૧,
૨ અને ૩ પરથી કરાશે.

ત્યારબાદ
લાઇન નં. ૪ અને ૫ પર કામગીરી ચાલુ રહેશે
,
જ્યારે ટ્રેનોનું સંચાલન લાઇન નં. ૧, ,
, ૬ અને ૭ પરથી થશે. રેલવે દ્વારા કામગીરી
દરમિયાન અપ અને ડાઉન મેઇન લાઇન પર ૨૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ રિસ્ટ્રિક્શન
મૂકવામાં આવશે. જેના કારણે ટ્રેનોના સમયપત્રક પર અસર થશે.

 ટ્રેનોના સમયમાં ૬થી ૧૦મિનિટનો વિલંબ થઈ શકે છે, જ્યારે  એન.આઈ બ્લોક દરમિયાન ટ્રેનોને ૨૫ મિનિટ સુધી
વિલંબ થઈ શકે છે. આ કાર્ય દરમિયાન જરુરિયાત વખતે તમામ ગુડ્સ ટ્રેનોને અન્ય રૃટ
પરથી દોડાવવામાં આવશે. સુરક્ષા વધારવા સુરત તરફના ડબલ સ્લીપ ડાયમંડ ક્રોસિંગને દૂર
કરાશે. ૩૫૦ મીટરની નવી સ્ટેબલિંગ લાઇન બનાવાશે.

વિશ્વામિત્રી
સ્ટેશન પાસે ટ્રેનો રોકાઈ જતા વિલંબ થાય છે

વિશ્વામિત્રી
– વડોદરા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનો ધીમી પડતી અથવા ઊભી રહી જતી હોવાની મુસાફરોની
ફરિયાદો હતી
, જેથી લાઈન નંબર ૬ અને ૭ને સીધી મેન લાઈન સાથે જોડવાની કામગીરી હાથ ધરાઈ
છે. હાલની વ્યવસ્થામાં ટ્રેનો સીધી પ્લેટફોર્મ નંબર ૬ અને ૭ પર પહોંચી શકતી ન
હોવાથી ગતિ ધીમી કરવાની અથવા કેટલીક વખત ટ્રેનને રોકવાની ફરજ પડતી હતી. જેના
પરિણામે મુસાફરોનો સમય વેડફાતો હતો.

પ્લેટફોર્મ
નં. ૪ અને ૫ પર ડબલ સ્ટોપેજની સમસ્યા છે

પ્લેટફોર્મ
નંબર ૪ અને ૫ની ક્ષમતા વધારવા માટે વિસ્તરણની કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરી બાદ
૨૨ કોચ ધરાવતી લાંબી ટ્રેનોનું સંચાલન પણ શક્ય બનશે. હાલ માત્ર ૧૫ કોચ ધરાવતી
ટ્રેનો જ ઊભી રહી શકે છે. જ્યારે ફૂલ લેન્થ ટ્રેનો મુખ્યત્વે પ્લેટફોર્મ નંબર ૧
, ૩ અને ૬ પર જ લેવામાં
આવે છે
, જેના કારણે ઘણી વખત લાંબી ટ્રેનો માટે ડબલ સ્ટોપેજ
કરવાની નોબત આવતી હતી.

પેનલ સિસ્ટમના સ્થાને વિડિયુ સિસ્ટમ સ્થાપિત કરાઈ

પરંપરાગત પેનલ સિસ્ટમના સ્થાને આધુનિક વિડિયુ (વિડ્યૂલ ડિસ્પ્લે યુનિટ) આધારિત સિસ્ટમ કાર્યરત કરાઈ છે, જે ટ્રેનનાટ્રેક ચેન્જ અને રૂટ સેટિંગ માટે મહત્ત્વપૂર્ણ છે. અત્યાર સુધી ઉપયોગમાં લેવાતી પરંપરાગત પેનલ સિસ્ટમમાં કામગીરી થોડી જટિલ હતી, જ્યારે નવી ટેકનોલોજીથી હવે સિંગલ હેન્ડ ઓપરેશન શક્ય બન્યું છે. આ સિસ્ટમના કારણે સિગ્નલ રૂટ ફેલ્યોરના બનાવોમાં ઘટાડો થવાનો દાવો છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤