![]()
Reserve Bank of India 2.87 Lakh Crore Surplus: ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને આશરે 2.87 લાખ કરોડ રૂપિયાનો ($2,86,588.46$ કરોડ) રેકોર્ડબ્રેક સરપ્લસ (ડિવિડન્ડ) ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. મુંબઈ ખાતે ગવર્નર સંજય મલ્હોત્રાના અધ્યક્ષપદ હેઠળ મળેલી આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 623મી બેઠકમાં આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારને કેવી રીતે થશે ફાયદો?
હાલમાં વૈશ્વિક સ્તરે વેસ્ટ એશિયામાં કટોકટીના કારણે આર્થિક પડકારો ઉભા થયા છે. તેવામાં આરબીઆઈ તરફથી મળેલી આ માતબર રકમથી કેન્દ્ર સરકારને નાણાકીય ખાધ નિયંત્રણમાં રાખવામાં અને દેશના વિકાસ કાર્યોને વેગ આપવામાં મોટી મદદ મળશે.
RBI ની બેલેન્સ શીટમાં 20% નો મોટો ઉછાળો
આરબીઆઈએ જાહેર કરેલા આંકડા મુજબ, દેશની કેન્દ્રીય બેંકની નાણાકીય સ્થિતિ ખૂબ જ મજબૂત થઈ છે.
• બેલેન્સ શીટ: 31 માર્ચ, 2026 ના રોજ આરબીઆઈની બેલેન્સ શીટ 20.61 ટકાના વધારા સાથે 91.97 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
•આવકમાં વધારો: બેંકની કુલ આવકમાં વાર્ષિક ધોરણે 26.42 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે.
•ચોખ્ખી આવક: જોખમ જોગવાઈઓ પહેલાં આરબીઆઈની ચોખ્ખી આવક ગયા વર્ષના 3,13,455.77 કરોડ રૂપિયાથી વધીને આ વર્ષે રૂપિયા 3,95,972.10 કરોડ થઈ છે.
સુરક્ષા કવચ પણ રાખવામાં આવ્યું મજબૂત
રિઝર્વ બેંકે માત્ર સરકારને જ નાણાં નથી આપ્યા, પરંતુ ભવિષ્યની આર્થિક કટોકટીનો સામનો કરવા માટે પોતાના આકસ્મિક જોખમ બફરને પણ મજબૂત રાખ્યું છે. આરબીઆઈએ પોતાની બેલેન્સ શીટના 6.5 ટકા રકમ બફર તરીકે જાળવી રાખી છે, જેના હેઠળ આ વર્ષે રૂપિયા 1,09,379.64 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
બજેટના લક્ષ્યાંકની નજીક
કેન્દ્ર સરકારે પોતાના બજેટ દસ્તાવેજોમાં નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન આરબીઆઈ, રાષ્ટ્રીયકૃત બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી કુલ રૂપિયા 3.16 લાખ કરોડના ડિવિડન્ડની અપેક્ષા રાખી હતી. જેમાંથી સિંહફાળો એટલે કે રૂપિયા 2.87 લાખ કરોડ તો માત્ર આરબીઆઈ તરફથી જ મળી ગયા છે.


Leave a Comment