લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

VIDEO: વૈભવ સૂર્યવંશી સદી ચૂકી જતાં ઈમોશનલ થયો, કાવ્યા મારનની પ્રતિક્રિયા ચાહકોને ખટકી | kavya maran reaction viral after vaibhav sooryavanshi out vaibhav emotional after missing century

by

Thenewsdk

Updated: 27-05-2026, 09.50 PM

Follow us:

VIDEO: વૈભવ સૂર્યવંશી સદી ચૂકી જતાં ઈમોશનલ થયો, કાવ્યા મારનની પ્રતિક્રિયા ચાહકોને ખટકી | kavya maran reaction viral after vaibhav sooryavanshi out vaibhav emotional after missing century



photo 1779898836200

Kavya Maran Reaction: વૈભવ સૂર્યવંશીએ IPLની એલિમિનેટર મેચમાં છગ્ગાનો વરસાદ કરી દીધો. મુલ્લાંપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સૂર્યવંશીએ 29 બોલમાં 97 રનની ઇનિંગ રમી. આ ખેલાડીએ પોતાની ઇનિંગમાં 12 સિક્સર અને 5 ફોર ફટકારી, જોકે સૂર્યવંશી સદી ફટકારવાનું ચૂકી ગયો. વૈભવ સૂર્યવંશી સદી ન બનાવી શક્યો પરંતુ તેની આ ઇનિંગને સ્ટેડિયમમાં હાજર તમામ ચાહકોએ ઉભા થઈને વધાવી લીધી. પરંતુ તેના આઉટ થયા પછી કાવ્યા મારને કંઈક એવું કર્યું જેનાથી ચાહકો નારાજ થઈ ગયા. 

કાવ્યા મારને વૈભવ સૂર્યવંશીના આઉટ થયા પછી શું કર્યું?

વૈભવ સૂર્યવંશી જ્યારે 97 રનના સ્કોર પર પ્રફુલ્લ હિંગેને વિકેટ આપી બેઠો તો તે ખૂબ જ નિરાશ દેખાયો. સૂર્યવંશીને વિશ્વાસ જ ન થયો કે તે સદી ચૂકી ગયો છે. સૂર્યવંશી જ્યારે પોતાનું દુઃખ મનાવી રહ્યો હતો ત્યારે સનરાઇઝર્સ હૈદરાબાદના કેટલાક ખેલાડીઓ તેને સારી ઇનિંગ રમવા માટે અભિનંદન આપતા જોવા મળ્યા, જેમાં અભિષેક શર્મા પણ સામેલ હતો. પરંતુ કાવ્યા મારને સ્ટેન્ડ્સ પર બેસીને જે કર્યું તે ચાહકોને ખૂંચી ગયું. કાવ્યા મારન પોતાની સીટ પર બેસીને નામ પૂરતી તાળીઓ વગાડતી જોવા મળી. ફેન્સે સવાલ ઉઠાવ્યો કે કાવ્યાએ આ સારું ન કર્યું કારણ કે સૂર્યવંશીની આ ઇનિંગના સન્માનમાં તેમણે ઊભા થઈને તાળીઓ વગાડવી જોઈતી હતી. કાવ્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

વૈભવ સૂર્યવંશીએ તોડ્યા ઘણા રેકોર્ડ્સ

વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં સૌથી વધુ 680 રન બનાવી દીધા. તેઓ ઓરેન્જ કેપની રેસમાં સૌથી ઉપર છે. આશ્ચર્યની વાત એ છે કે તેમણે 680માંથી અંદાજિત 610 રન બાઉન્ડ્રીથી બનાવ્યા છે. જે એક ચમત્કારિક પ્રદર્શન છે. વૈભવ સૂર્યવંશીએ એક સીઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. ક્રિસ ગેલની 59 સિક્સરોને પાછળ છોડીને તેને અત્યાર સુધીમાં 65 સિક્સર ફટકારી દીધી છે. વૈભવ સૂર્યવંશીએ બીજી વખત IPL મેચમાં 12 સિક્સર ફટકારી છે જે એક રેકોર્ડ છે.

આ પણ વાંચો: SRH સામે વૈભવ સૂર્યવંશીની તોફાની ઈનિંગ, સદી ચૂક્યો પણ રેકોર્ડ્સના કર્યા ઢગલા

1. IPL પ્લેઓફમાં સૌથી ઝડપી, 16 બોલમાં ફિફ્ટી ફટકારવાના રેકોર્ડ મામલે તેણે રૈનાની બરાબરી કરી છે. 

2. આ સિઝનમાં કુલ 65 સિક્સ ફટકારી એક જ સિઝનમાં સૌથી વધુ સિક્સના ક્રિસ ગેલ (59)ના રેકોર્ડને તોડી નાખ્યો. 

3. પોતાની બીજી જ IPL સિઝનમાં તેણે 5 વખત 20થી ઓછા બોલમાં અર્ધી સદી ફટકારી છે. હવે આ મામલે તે અભિષેક શર્મા (6) બાદ બીજા ક્રમે છે. 

4. IPL પ્લેઓફની એક મચમાં સૌથી વધુ 11 સિક્સ ફટકારી ગેલનો 10 સિક્સનો રેકોર્ડ તોડ્યો! કોઈ એક ઇનિંગમાં 10થી વધુ સિક્સ ફટકારવાના મામલે ગેલની બરાબરી કરી અને 4 વખત IPLમાં આ કારનામું કરી બતાવ્યું!

5. વૈભવ સૂર્યવંશી આ સિઝનમાં ઓરેન્જ કેપ મેળવવાનો પણ પ્રબળ હકદાર માનવામાં આવે છે. કારણ કે 15 મેચમાં કુલ 680 રન બનાવી સાઈ સુદર્શનને પાછળ છોડી દીધો છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤