લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

RR vs SRH : 100 રનની અંદર હૈદરાબાદના ટોપ-5 ખેલાડી આઉટ, જોફ્રા આર્ચરનો તરખાટ | IPL 2026 RR vs SRH Rajasthan Hyderabad Eliminator Match Vaibhav Sooryavanshi Record

by

Thenewsdk

Updated: 27-05-2026, 09.04 PM

Follow us:

RR vs SRH : 100 રનની અંદર હૈદરાબાદના ટોપ-5 ખેલાડી આઉટ, જોફ્રા આર્ચરનો તરખાટ | IPL 2026 RR vs SRH Rajasthan Hyderabad Eliminator Match Vaibhav Sooryavanshi Record



photo 1779893475863

IPL 2026, Rajasthan Royals vs Sunrisers Hyderabad Eliminator Match : આઈપીએલ-2026માં આજે એલિમિનેટર મેચમાં રાજસ્થાન રૉયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે.  હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બોલિંગ લેવાનો નિર્ણય કર્યો છે. આ બંને ટીમોમાંથી જે જીતશે તે ક્વોલિફાયર-2માં ગુજરાત ટાઈટન્સ સાથે ટકરાશે.

LIVE… Sunrisers Hyderabad

• હૈદરાબાદની પાંચમી વિકેટ પડતા 100 રનની અંદર ટીમના ટોપ-5 ખેલાડી પેવેલીયન ભેગા થઈ ગયા છે. પાંચમી વિકેટ હૈનરીક કાલસેનની પડી છે, તે માત્ર 18 રન બનાવી યશરાજ પુંજાની ઓવરમાં LBW આઉટ થયો છે.

• જોફ્રા આર્ચરનો તરખાટ : હૈદરાબાદની ચોથી વિકેટ પડી, ટ્રેવિડ હેડ 17 રને આઉટ, જોફ્રાએ લીધી વિકેટ

• ત્રીજી વિકેટ પડી : 52 રને રવિચંદ્ર સમનર 1 રને આઉટ, નાન્દ્રે બર્ગરે લીધી વિકેટ

• હૈદરાબાદની 51 રને બીજી વિકેટ પડી : ઈશાન કિશન 11 બોલમાં 3 સિક્સ અને 3 ફોર ફટકારી 33 રને આઉટ, જોફ્રા આર્ચરની બોલિંગમાં થયો આઉટ

• હૈદરાબાદને મોટો ઝટકો : અભિષેક શર્મા શૂન્ય રને આઉટ, જોફ્રા આર્ચરની બોલિંગમાં વિકેટ કીપર જુરેલે કર્યો કેચ

Rajasthan Royals Batting

• ઈનિંગ પુરી : રાજસ્થાનના 20 ઓવરમાં 8 વિકેટે 243 રને ઈનિંગ પુરી, હૈદરાબાદને જીતવા આપ્યો 244 રનનો ટાર્ગેટ

• 240 રને આઠમી વિકેટ પડી : નાન્દ્રે બર્ગર 1 રને રન આઉટ

• 238 રને સાતમી વિકેટ પડી : જોફ્રા આર્ચર 4 રને આઉટ, નિતિશકુમાર રેડ્ડીની બોલિંગમાં અભિષેક શર્માએ કર્યો કેચ

• 234 રને છઠ્ઠી વિકેટ પડી : ડોનોવન ફરેરા 12 રને રનઆઉટ

• 214 રને પાંચમી વિકેટ પડી : દાસુન શનાકા 3 બોલમાં માત્ર 5 રને આઉટ થયો છે. તે એશન મલિંગાની ઓવરમાં અભિષેક શર્માને કેચ આપી બેઠો છે.

• 207 રને ચોથી વિકેટ પડી : રિયાન પરાગ 12 બોલમાં 2 ફોર અને 2 સિક્સ ફટકારીને 26 રને આઉટ થયો છે. તે પ્રફુલ હિંગની બોલિંગમાં ક્લાસેનને કેચ આપી બેઠો છે.

• વિસ્ફોટ ફિફ્ટી ફટકારી ધ્રુવ જુરેલ આઉટ : વૈભવની દમદાર બેટિંગ બાદ ધ્રુવ જુરેલે માત્ર 21 બોલમાં 3 સિક્સ અને 5 ફોર ફટકારી 50 રને આઉટ થયો છે. તે પ્રફુલ હિંગની ઓવરમાં નિતિશ કુમારને કેચ આપી બેઠો છે.

• રાજસ્થાનની બીજી વિકેટ પડી : વૈભવ બાદ યશસ્વી જયસ્વાલ 29 બોલમાં 4 ફોર ફટકારી 29 રને આઉટ થયો છે. તે શિવાંગ કુમારની બોલિંગમાં અભિષેક શર્માને કેચ આપી બેઠો છે.

• રાજસ્થાનનો સ્કોર : 10 ઓવરમાં 136/1

• વૈભવ ક્રિશ ગેલનો મોટો રેકોર્ડ ચૂક્યો : વૈભવ સૂર્ય વંશી ક્રિશ ગેલનો રેકોર્ડ ચૂકી ગયો છે. વૈભવ 29 બોલમાં 12 સિક્સ અને 5 ફોર ફટકારીને 97 રને આઉટ થઈ ગયો છે. વૈભવ પ્રફુલ હિંગની ઓવરમાં રવિચંદ્રનને કેચ આપી બેઠો છે. ગેલે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ફાસ્ટ સદી ફટકારી હતી, તેણે માત્ર 30 બોલમાં સદી ફટકારી મહારેકોર્ડ નોંધાવ્યો હતો.

• વૈભવે રેકોર્ડ્સના ઢગલા કર્યા : યુવા વિસ્ફોટક બેટર વૈભવ સૂર્યવંશીએ ફરી એક વખત રેકોર્ડ્સના ઢગલા કરી દીધા! RRની ટીમ માટે ઓપનર તરીકે તેણે પ્લેઓફમાં SRH સામેની મેચમાં માત્ર 16 બોલમાં અર્ધી સદી ફટકારી. IPL પ્લેઓફમાં સૌથી ઝડપી, 16 બોલમાં ફિફ્ટી ફટકારવાના રેકોર્ડ મામલે તેણે રૈનાની બરાબરી કરી છે. આ સિઝનમાં કુલ 61 સિક્સ ફટકારી એક જ સિઝનમાં સૌથી વધુ સિક્સના ક્રિસ ગેલ (59)ના રેકોર્ડને તોડી નાખ્યો. આટલું જ નહીં પોતાની બીજી જ IPL સિઝનમાં તેણે 5 વખત 20થી ઓછા બોલમાં અર્ધી સદી ફટકારી છે. હવે આ મામલે તે અભિષેક શર્મા (6) બાદ બીજા ક્રમે છે. વૈભવ સૂર્યવંશી આ સિઝનમાં સૌથી વધુ રન બનાવી ઓરેન્જ કેપ મેળવવાનો પણ પ્રબળ હકદાર માનવામાં આવે છે. 

• વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચ્યો : આઈપીએલ 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની પ્લેઓફ મેચ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચી દીધો છે. તેણે ક્રિસ ગેલના એક સિઝનમાં સૌથી વધુ સિક્સ ફટકારવાના વર્ષ 2012ના રેકોર્ડને તોડી નાખ્યો છે. ગેલના 59 સિક્સના રેકોર્ડને પાછળ છોડીને વૈભવ સૂર્યવંશીએ આ ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 61 છગ્ગા ફટકારીને આ નવો રેકોર્ડ નોંધાવ્યો છે.

• વૈભવની ધમાકેદાર ફિફ્ટી : મેચમાં વૈભવ સૂર્યવંશીએ મેદાન પર ચોતરફ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. તેણે પ્લેઓફ જેવી દબાણવાળી મેચમાં માત્ર 16 બોલનો સામનો કરીને પોતાની ધમાકેદાર ફિફ્ટી (અર્ધસદી) પૂરી કરી લીધી હતી. તેની આ તોફાની ઇનિંગના કારણે સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં હાલ તેના પ્રદર્શનના જોરદાર વખાણ થઈ રહ્યા છે.

• રાજસ્થાનનો સ્કોર 5 ઓવરમાં 74/0

• ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશી આવ્યા મેદાનમાં

બંને ટીમોના રેકોર્ડ

હેડ ટુ હેડ રેકોર્ડમાં સનરાઇઝર્સ હૈદરાબાદ આગળ છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ૨૩ મુકાબલા થયા છે, જેમાં SRH એ ૧૪ અને રાજસ્થાનની ટીમે ૯ મેચ જીતી છે. સૌથી મોટી વાત એ છે કે SRH એ ૨૦૨૨ પછી રાજસ્થાન સામે સતત છ મેચ જીતી છે.

બંને ટીમોની પ્લેઈંગ-ઈલેવન

રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઈલેવન : યશસ્વી જાયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા અને યશ રાજ પુંજા.

સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઈલેવન : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સ્મરણ રવિચંદ્રન, નીતીશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, ઇશાન મલિંગા, સાકિબ હુસૈન અને પ્રફુલ્લ હિંગે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News