લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે! | parthiv patel gujarat titans ipl 2026 qualifier 2

by

Thenewsdk

Updated: 29-05-2026, 12.35 PM

Follow us:

IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે! | parthiv patel gujarat titans ipl 2026 qualifier 2



photo 1780038317050

IPL 2026 Qualifier 2: આઈપીએલ 2026ના ક્વોલિફાયર 2 માં આજે શુક્રવારે (29 મે) ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે ફાઇનલમાં પહોંચવા માટે કાંટાની ટક્કર જામશે. ક્વોલિફાયર 1 માં RCB સામે 92 રનથી કારમી હાર વેઠ્યા બાદ ગુજરાત માટે આ કરો કે મરોનો મુકાબલો છે. જોકે, મેચ પહેલા ટીમના આસિસ્ટન્ટ કોચ પાર્થિવ પટેલે વિરોધીઓને સ્પષ્ટ શબ્દોમાં જડબાતોડ જવાબ આપ્યો છે.

અમે પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબરે હતા, અમારી રમત પ્રેડિક્ટેબલ નથી

જ્યારે પાર્થિવ પટેલને પૂછવામાં આવ્યું કે શું શુભમન ગિલ અને સાઈ સુદર્શનની ઓપનિંગ જોડી પર નિર્ભર ગુજરાત ટાઇટન્સની બેટિંગ શૈલી સેટ ટેમ્પલેટ થઈ ગઈ છે? ત્યારે તેણે આ વાતને નકારી કાઢી હતી. તેણે દાવો કર્યો કે, “અમે લીગ સ્ટેજના અંતે પોઈન્ટ્સ ટેબલમાં આરામથી બીજા નંબરે ફિનિશ કર્યું છે. બીજી ટીમો અમારા વિશે ગમે તે વિચારે, તેનાથી અમને કોઈ ફરક પડતો નથી. આ ટૂર્નામેન્ટમાં એવી 6 ટીમો પણ છે જે પ્લેઓફ માટે ક્વોલિફાય પણ નથી થઈ શકી. દરેક ટીમની રમવાની રીત અલગ હોય છે અને અમારી પોતાની એક ખાસ વિનિંગ સ્ટાઈલ છે.

વૈભવ સૂર્યવંશીના તોફાનને રોકવા માસ્ટરપ્લાન તૈયાર!

રાજસ્થાન રોયલ્સનો યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી હાલમાં પ્રચંડ ફોર્મમાં છે. તેણે હમણાં જ એલિમિનેટરમાં SRH સામે માત્ર 29 બોલમાં 97 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને સનસનાટી મચાવી દીધી હતી અને હાલમાં તે ઓરેન્જ કેપ હોલ્ડર છે. જો કે સૂર્યવંશીને રોકવાની સ્ટ્રેટેજી અંગે પૂછતા પાર્થિવે મજાકિયા અંદાજમાં કહ્યું કે, હું અત્યારે બ્રોડકાસ્ટર નથી, એટલે લાઈવ પ્રેસ કોન્ફરન્સમાં અમારો પ્લાન લીક નહીં કરું! પણ હા, અમે તેના વીડિયો જોયા છે અને મેદાન પર અમારો પ્લાન ચોક્કસથી એક્ઝિક્યુટ કરીશું. પાર્થિવે વધુમાં ઉમેર્યું કે સૂર્યવંશી એક અદભુત ટેલેન્ટ છે અને હવે તેની ઉંમર અંગે ચર્ચા કરવાનો અંત આવવો જોઈએ.

આ પણ વાંચો : NEET-UG 2026: રિ-ટેસ્ટમાં એરફોર્સની મદદ લેવાશે? હાઈલેવલ બેઠકમાં વિચારણા, PMO લેશે અંતિમ નિર્ણય

સાઈ સુદર્શનના સ્ટ્રાઈક રેટ પર કોઈ દબાણ નથી

ગુજરાતના સ્ટાર બેટર સાઈ સુદર્શન (જે ઓરેન્જ કેપની રેસમાં બીજા નંબરે છે) અંગે પણ પાર્થિવે મોટો ખુલાસો કર્યો. મેચના એક દિવસ પહેલા સુદર્શને નેટ્સમાં પરંપરાગત બેટિંગ કરવાને બદલે મેદાન પર શેડો બેટિંગ (બેટ વગર શૉટ્સ અને ફોર્મ પરફેક્ટ કરવાની રીત) કરી હતી. સુદર્શનના 157.86 ના સ્ટ્રાઈક રેટ સામે સૂર્યવંશીના 242.85 ની સરખામણી અંગે થઈ રહેલી ચર્ચા પર પાર્થિવે કહ્યું કે, અમે સાઈ પર સ્ટ્રાઈક રેટ વધારવાનું કોઈ દબાણ નથી લાવતા. તે ટીમ માટે અત્યંત અસરકારક રહ્યો છે અને સારા રેટથી રન બનાવી રહ્યો છે. જો કોઈ 300 ના સ્ટ્રાઈક રેટથી રમે છે, તો તેનો મતલબ એ નથી કે ટીમના દરેક જણે 300 થી જ રમવું પડે.”

મિડલ ઓવર્સના કિંગ: રાશિદ ખાન અને જેસન હોલ્ડર

ગુજરાત ટાઇટન્સ આ સીઝનમાં મિડલ ઓવર્સમાં સૌથી ઘાતક બોલિંગ યુનિટ સાબિત થયું છે, જેણે 24.67 ની શાનદાર એવરેજથી સૌથી વધુ 49 વિકેટો ઝડપી છે. આ સફળતા પાછળ બે મુખ્ય પિલર છે. ગયા વર્ષે ઈજાના કારણે રાશિદ સંઘર્ષ કરી રહ્યો હતો (માત્ર 9 વિકેટ), પરંતુ આ સીઝનમાં તેણે જોરદાર વાપસી કરીને 23.47 ની એવરેજથી 19 વિકેટ ઝડપી છે.

જેસન હોલ્ડરનો ઓલરાઉન્ડ કમાલ

ઓક્શન પહેલા જ હોલ્ડરને ટીમમાં લેવાનો પ્લાન હતો. તેણે પાવરપ્લે અને મિડલ ઓવર્સ બંનેમાં વિકેટો (આ સીઝનમાં 15 વિકેટ) લઈને ટીમને શાનદાર બેલેન્સ પૂરું પાડ્યું છે. બોલથી કાગીસો રબાડા અને મોહમ્મદ સિરાજ પણ શાનદાર સાથ આપી રહ્યા છે.

RCB સામેની હાર ભૂલીને આગળ વધવાની જરૂર

RCB સામે મળેલી મોટી હારમાંથી ગુજરાત શું શીખ્યું? તે અંગે પાર્થિવે હસતા હસતા જણાવ્યું કે, તે મેચમાંથી કંઈ પણ સાથે ન લઈ જઈએ તે જ સારું છે! પ્લેઓફની મેચોમાં તમારે જૂની હાર પાછળ છોડીને બસ આગળ જોવાનું હોય છે. જોકે, તે મેચમાં રાહુલ તેવતિયાએ ફટકારેલા 68 રન મિડલ ઓર્ડર માટે મોટો પ્લસ પોઈન્ટ છે. હવે જોવાનું એ રહેશે કે શું ગુજરાત ટાઇટન્સ ક્વોલિફાયર 2 નો અવરોધ પાર કરીને ડિફેન્ડિંગ ચેમ્પિયન સામે બદલો લેવા ફાઇનલમાં પહોંચી શકે છે કે નહીં!



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤