લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

IPL-2026 GT vs RR : રાજસ્થાનની બીજી વિકેટ પડી, યશસ્વી બાદ ધ્રુવ જુરેલ પણ આઉટ, રબાડાએ લીધી વિકેટ | IPL 2026 GT vs RR Qualifier 2 Match LIVE Score Record History Gujarat Rajasthan

by

Thenewsdk

Updated: 29-05-2026, 06.28 PM

Follow us:

IPL-2026 GT vs RR : રાજસ્થાનની બીજી વિકેટ પડી, યશસ્વી બાદ ધ્રુવ જુરેલ પણ આઉટ, રબાડાએ લીધી વિકેટ | IPL 2026 GT vs RR Qualifier 2 Match LIVE Score Record History Gujarat Rajasthan



photo 1780059520630

IPL-2026 Gujarat Titans vs Rajasthan Royals Qualifier 2 Match LIVE Score : આઈપીએલની ફાઈનલમાં પ્રવેશવા માટે આજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર-2નો મહામુકાબલો શરૂ થઈ ગયો છે. રાજસ્થાનના કેપ્ટન પરાગ રિયાને ટોસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો છે, એટલે કે ગુજરાતની ટીમ પહેલા બોલિંગ કરશે. આ મેચ પંજાબના ન્યૂ ચંદીગઢના મુલ્લનપુરના મેદાનમાં રમાઈ રહી છે. આજની મેચ લાઈવ જોવા માટે ફેન્સમાં ભારે ઉત્સાહ છે, કારણ કે આ મેચ જીતનારી ટીમ સીધી ફાઈનલની ટિકિટ મેળવશે.

LIVE Score… Rajasthan Batting

બીજી વિકેટ : માત્ર 9 રને રાજસ્થાનની બીજી વિકેટ પડી છે. કાગીશો રબાડાની ઓવરમાં ધ્રુવ જુરેલને શુભમન ગીલે કેચ આઉટ કર્યઓ છે. જુરેલે માત્ર 6 બોલમાં 7 રન બનાવ્યા છે.

પહેલી વિકેટ : રાજસ્થાનની ટીમને પહેલી જ ઓવરમાં 2 રને મોટો ઝટકો લાગ્યો છે. મોહમ્મદ સિરાઝની ઓવરમાં એપનિંગ બેટર યશસ્વી જયસ્વાલ પ્રસિદ્ધ ક્રિષ્નાને કેચ આપી દીધો છે. જયસ્વાલ માત્ર બે રન બનાવી શક્યો છે.

બેટિંગ શરૂ : રાજસ્થાનની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ઓપનિંગમાં વૈભવ સૂર્યવંશી અને યજશ્વી જયશ્વાલ ક્રિઝ પર આવી ગયા છે.

ટોસ : રાજસ્થાનના કેપ્ટન પરાગ રિયાને ટોસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો છે, એટલે કે ગુજરાતની ટીમ પહેલા બોલિંગ કરશે.

ગુજરાત 2 વખત અને રાજસ્થાન 3 વખત ફાઈનલમાં પહોંચી હતી

IPL અત્યાર સુધીની કુલ 18 સિઝનમાં ગુજરાતની ટીમ અત્યાર સુધીમાં બે વખત અને રાજસ્થાનની ટીમ ત્રણ વખત ફાઈનલમાં પહોંચી છે. જેમાં બંને ટીમે માત્ર એક-એક વખત ચેમ્પિયન બની શકી છે. ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે હતી, પરંતુ ક્વોલિફાયર-1 માં બેંગલુરુ સામે 92 રનથી મળેલી હાર બાદ તેમની પાસે ફાઈનલમાં પહોંચવાની આ બીજી અને છેલ્લી તક છે. જ્યારે ટેબલમાં 4થા ક્રમે રહીને પ્લે-ઓફમાં આવેલી રાજસ્થાનની ટીમે એલિમિનેટરમાં હૈદરાબાદને 47 રનથી હરાવીને પોતાની આશા જીવંત રાખી છે.

વૈભવ સૂર્યવંશી વિરૂદ્ધ ગુજરાતના વર્લ્ડ ક્લાસ બોલર્સ

રાજસ્થાનના 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ વિશ્વભરમાં સનસનાટી મચાવી દીધી છે. હૈદરાબાદ સામેની જીતમાં વૈભવે 12 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી માત્ર 29 બોલમાં 97 રનની તોફાની ઈનિંગ રમી હતી. આજે તેનો સામનો ગુજરાતના વર્લ્ડ ક્લાસ ફાસ્ટ બોલર્સ રબાડા અને સિરાજ સામે થશે. આ ઉપરાંત ટી-20 સ્પેશિયાલિસ્ટ રાશિદ ખાન પણ તેને રોકવા તૈયાર છે. ગુજરાતે આ સિઝનમાં 6 વખત 200 થી વધુનો સ્કોર કર્યો છે, પરંતુ મુંબઈ સામે તે 100 રનમાં જ ખખડી ગઈ હતી. રાજસ્થાનની ટીમ પોતાની છેલ્લી 3 મેચ જીતીને જોરદાર ફોર્મમાં છે. 

મુલ્લનપુરના મેદાનનો રોમાંચક રેકોર્ડ

મુલ્લનપુરનું આ મેદાન હાઈસ્કોરિંગ મેચો માટે જાણીતું છે. આ સિઝનમાં અહીં રમાયેલી 5 મેચમાં 7 વખત ઈનિંગનો સ્કોર 200 કે તેથી વધુ નોંધાયો છે. રાજસ્થાને આ મેદાન પર રમાયેલી પોતાની બંને મેચ જીતી છે, જ્યારે ગુજરાતને આ મેદાન પર પંજાબ સામે 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : ઋષભ પંતે લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ છોડી, સ્વેચ્છાએ આપ્યું રાજીનામું?

હેડ ટુ હેડ રેકોર્ડ: ગુજરાતનો દબદબો

બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 10 આઈપીએલ મેચ રમાઈ ચૂકી છે, જેમાંથી ગુજરાતની ટીમ 7 મેચ જીતી છે જ્યારે રાજસ્થાનને માત્ર 3 મેચમાં જીત મળી છે. જોકે, આ ચાલુ સિઝનની વાત કરીએ તો બંને ટીમો આમને-સામને 2 વખત ટકરાઈ છે અને બંનેને 1-1 જીત મળી છે, જેથી આજનો મુકાબલો બરાબરીનો રહેશે.

બંને ટીમો પ્લેઈંગ-11

ગુજરાત ટાઈટન્સ: સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), ગુરનૂર સિંધુ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, જેસન હોલ્ડર, રાશિદ ખાન, કાગીસો રબાડા, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ણા.

રાજસ્થાન રોયલ્સ: વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફેરેઇરા, દાસુન શનાકા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સુશાંત મિશ્રા, બ્રિજેશ અને યશ રાજ.

આ પણ વાંચો : ‘જો અમારા ખેલાડીઓનો સામનો થયો તો…’ વૈભવ સૂર્યવંશીના પાકિસ્તાનીઓએ કર્યા વખાણ, આપ્યું નવું નામ



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤