લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

ક્રૂડમાં ઘટાડો : સોના-ચાંદી ફરી ઉછળ્યા : અમેરિકાથી ક્રૂડની નિકાસમાં રેકોર્ડ વૃદ્ધિ | Crude prices fall: Gold and silver rise again record growth in crude exports from America

by

Thenewsdk

Updated: 30-05-2026, 06.45 AM

Follow us:

ક્રૂડમાં ઘટાડો : સોના-ચાંદી ફરી ઉછળ્યા : અમેરિકાથી ક્રૂડની નિકાસમાં રેકોર્ડ વૃદ્ધિ | Crude prices fall: Gold and silver rise again record growth in crude exports from America



photo 1780070375429

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉછળ્યા હતા. વિશ્વ બજાર ઝડપી વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ હતી. જોકે કરન્સી બજારમાં ડોલર ઘટતાં તથા રૂપિયો ફરી ઉછળતાં ઝવેરી બજારમાં ભાવ વૃદ્ધી તેટલા પ્રમાણમા સિમિત રહી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, અમેરિકા તથા ઈરાન વચ્ચે મડાગાંઠ ઉકેલાશે એવી શક્યતા બતાવાતી થતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ જે ઘટયા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૫૦૦ ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ૪૩૮૭થી ૪૩૮૮ વાળા વધી ઉંચામાં ભાવ ૪૫૩૪ થઈ ૪૫૨૭થી ૪૫૨૮ ડોલર રહ્યા હતા. ફંડો લેવાલ હતા. વૈશ્વિક ચાંદીના ભાવ સોના પાછળ ઔંસના ૭૨.૯૮થી ૭૨.૯૯ વાળા વધી ઉંચામાં ભાવ ૭૬.૪૩ થઈ ૭૫.૫૨થી ૭૫.૫૩ ડોલર રહ્યા હતા.

અણદાવાદ બજારમાં ચાંદીના ભાવ કિલોના રૂ.૨૬૦૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ૯૬.૮૮ ડોલરવાળા ઘટી નીચામાં ભાવ ૯૧.૭૩ થઈ ૯૨.૦૦ ડેોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૯૧.૧૮ વાળા નીચામાં ભાવ ૮૬.૭૧ થઈ ૮૭.૪૧ ડોલર રહ્યા  હતા. અમેરિકાથી ક્રૂડ ઓઈલની નિકાસ વધી દૈનિક ૧૨૯ લાખ બેરલ્સ થતાં નવો રેકોર્ડસ સર્જાયો હતો. અમેરિકાથી આવી નિકાસ યુરોપ તથા એશિયા તરફ વધી છે.

જોકે નિકાસ વધતાં અમેરિકામાં ક્રૂડનો ય્વુહાત્મક સ્ટોક ઘટી ગયાના સમાચાર પણ મળ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૯૨૪ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૩૮૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે જો કે ૦.૫૦ ટકા ઘટયા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૧૪૦૦ ઉછળી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૫૫૮૩૬ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૬૪૬૩ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ રૂ.૬૩૦૦ વધી જીએસટી વગર ભાવ રૂ.૨૬૩૩૫૦  રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૫૨૬૬ ખુલી રૂ.૬૫૦૦૯ બંધ રહ્યા હતા. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤