લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

દિલ્હીના મહરોલીમાં મોટી દુર્ઘટના, પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા | south delhi mehrauli saidulajab five storey building collapse accident Rescue operation

by

Thenewsdk

Updated: 30-05-2026, 09.13 PM

Follow us:

દિલ્હીના મહરોલીમાં મોટી દુર્ઘટના, પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા | south delhi mehrauli saidulajab five storey building collapse accident Rescue operation



South Delhi Building Collapse: સાઉથ દિલ્હીના મહરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં સૈદુલાજાબમાં એક પાંચ માળની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ દુર્ઘટનામાં ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે. ઘટના સ્થળ પર તાત્કાલિક બચાવ દળોની ટીમો પહોંચી છે. અને લોકોને સુરક્ષિત બહાર કાઢવા મોટાપાયે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે.

કુલ પાંચ લોકોનું રેસ્ક્યૂ

મહરોલીના સાકેત વિસ્તારમાં અચાનક આ દુર્ઘટના સર્જાઇ હતી. સ્થાનિક લોકોના દાવા મુજબ કાટમાળમાં અનેક લોકો દબાયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે, અને તેમણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી પ્રશાસનને સાંજે 7:45 મળી હતી જે બાદ યુદ્ધના ધોરણે રેસ્ક્યૂનું કામ ઉપાડવામાં આવ્યું છે.

ગ્રાઉન્ડ ફ્લોર પર એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલતું હતું

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યું હતું. ઉપરના માળ પર બાંધકામનું કામ ચાલુ હતું, એટલે કે બિલ્ડિંગ હજુ સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ ન હતી. એવી આશંકા છે કે અકસ્માત સમયે કોચિંગમાં કેટલાક વિદ્યાર્થીઓ હાજર હતા. સાથે જ ઉપર કેટલાક મજૂરો પણ કામ કરી રહ્યા હતા. જો કે, ફસાયેલા લોકોની ચોક્કસ સંખ્યા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

લોકોને બિનજરૂરી ભીડ ન કરવા અપીલ

તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આસપાસની ઇમારતો પર નજર રાખવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘટનાસ્થળની આસપાસ લોકોને બિનજરૂરી ભીડ ન કરવા અપીલ કરવામાં આવી રહી છે જેથી રેસ્ક્યૂ ટીમ કોઈ પણ અવરોધ વિના કામ કરી શકે. અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી સમગ્ર કાટમાળ હટાવીને સારી રીતે તપાસ ન કરી લેવાય, ત્યાં સુધી કંઈપણ સ્પષ્ટ કહી શકાય નહીં. હાલમાં અનેક ટીમ કાટમાળના ખૂણે-ખૂણાને ખોળવામાં લાગેલી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤