લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 7.51 અબજ ડોલરનો ઘટાડો | India’s foreign exchange reserves decline by 7 51 billion

by

Thenewsdk

Updated: 30-05-2026, 05.35 AM

Follow us:

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 7.51 અબજ ડોલરનો ઘટાડો | India’s foreign exchange reserves decline by 7 51 billion



photo 1780080250802

– ડોલર સામે રૂપિયામાં દબાણ 

– ફોરેક્સ રિઝર્વ ફેબ્રુ. 2026માં 728 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે હતું : હાલ, 681.38 અબજ કરોડ થયું

મુંબઈ : ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં (ફોરેક્સ રિઝર્વ) ફરી એક વખત મોટો ઘટાડો નોંધાયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ૨૨ મે સુધી દેશમાં ફોરેક્સ રિઝર્વ ૭.૫૧ અબજ ડોલર ઘટીને ૬૮૧.૩૮ અબજ ડોલર પર પહોંચી ગયું હતું. આ સતત બીજા સપ્તાહનો ઘટાડો છે. 

મધ્યપૂર્વમાં તણાવ વચ્ચે ભારતીય રૂપિયા પર દબાણ વધતાં આરબીઆઈને ડોલર વેચીને બજારમાં હસ્તક્ષેપ કરવો પડયો હતો. જેના કારણે રિઝર્વમાં ઘટાડો નોંધાયો હોવાનું નિષ્ણાતો માની રહ્યાં છે. અમેરિકા-ઇરાન તણાવ બાદ ઊંચા થયેલા ક્ડ ઓઇલના ભાવ અને વિદેશી મૂડીના બહાર જતા પ્રવાહે રૂપિયા પર દબાણ વધાર્યું હતું. 

આરબીઆઈના આંકડા મુજબ, ફોરેક્સ રિઝર્વનો સૌથી મોટો ભાગ ગણાતી ફોરેન કરન્સી એસેટ્સમાં અંદાજે ૩ અબજ ડોલરનો ઘટાડો થયો છે અને તે લગભગ ૫૪૩ અબજ ડોલર સુધી આવી ગઈ છે. આ સાથે જ સોનાના ભંડારમાં પણ લગભગ ૪.૫ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે. ભારતનું ફોરેક્સ રિઝર્વ ફેબ્રુઆરી ૨૦૨૬માં રેકોર્ડ ૭૨૮ અબજ ડોલરથી વધુ સુધી પહોંચ્યું હતું, પરંતુ ત્યારબાદ વૈશ્વિક અનિશ્ચિતતા અને રૂપિયાને સ્થિર રાખવા આરબીઆઈના હસ્તક્ષેપને કારણે તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 

તાજેતરના સપ્તાહોમાં રૂપિયો ડોલર સામે ઐતિહાસિક નીચલા સ્તર સુધી પહોંચ્યો હતો. જોકે આરબીઆઈ દ્વારા કરવામાં આવેલા આક્રમક હસ્તક્ષેપ બાદ રૂપિયામાં થોડો સુધાર જોવા મળી રહ્યો છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤