લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

સામંથા સાથે બેવફાઈ કરી હોવાની પોસ્ટ સામે નાગા ચૈતન્ય કોર્ટમાં | Naga Chaitanya in court over post alleging infidelity with Samantha

by

Thenewsdk

Updated: 01-06-2026, 03.30 AM

Follow us:

સામંથા સાથે બેવફાઈ કરી હોવાની પોસ્ટ સામે નાગા ચૈતન્ય કોર્ટમાં | Naga Chaitanya in court over post alleging infidelity with Samantha



photo 1780251338905

– અંગત જિંદગી વિશે સોશિયલ મીડિયા પર બેફામ લખાણ

– દિલ્હી હાઈકોર્ટે વ્યક્તિગત બદનામી કરતાં ઓનલાઈન કન્ટેન્સ સામે વચગાળાની રાહત આપી

મુંબઈ: સાઉથના સ્ટાર નાગા ચૈતન્યએ તેની ભૂતપૂર્વ પત્ની સામંથી રુથ પ્રભુ સાથે બેવફાઈ કરી હતી અને તેની કેરિયરને પણ નુકસાન પહોંચાડયું હતું એવી પોસ્ટસ વાયરલ કરવામાં આવતાં નાગા  ચૈતન્યએ આ ઓનલાઈન કન્ટેન્ટ ડામવા માટે દિલ્હી હાઈકોર્ટમાં ધા નાખી હતી. હાઈકોર્ટે તેને વચગાળાની રાહત આપી છે. 

નાગા ચૈતન્યએ પોતાના પર્સનાલિટી રાઈટ્સનાં રક્ષણ, તેનાં નામ તથા તસવીરોનો મંજૂરી વિના ધંધાદારી ઉપયોગ તથા વ્યક્તિગત  બદનામી કરતી એઆઈ જનરેટેડ પોસ્ટ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરી હતી. 

જસ્ટીસ જ્યોતિ સિંઘ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન નાગા  ચૈતન્યના વકીલે જણાવ્યું હતું કે તેની અંગત જિંદગી  વિશે તદ્દન ખોટી તથા બદનક્ષી કરતી કેટલીય પોસ્ટસ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે નાગા ચૈતન્ય અને સામંથા રુથ પ્રભુ  ચાર વર્ષનાં લગ્ન જીવન બાદ ૨૦૨૧માં છૂટાં પડી ગયાં હતાં. તે પછી નાગા ચૈતન્યએ ૨૦૨૪માં શોભિતા ધુલિપાલા સાથે લગ્ન કરી લીધાં છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤