લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

સંજય દત્તની ખલનાયક ટુમાં જેકી શ્રોફનું પુનરાગમન | Jackie Shroff returns in Sanjay Dutt’s Khalnayak 2

by

Thenewsdk

Updated: 01-06-2026, 03.20 AM

Follow us:

સંજય દત્તની ખલનાયક ટુમાં જેકી શ્રોફનું પુનરાગમન | Jackie Shroff returns in Sanjay Dutt’s Khalnayak 2



photo 1780251217185

– સંજય દત્ત સાથે વાત થઈ હોવાનું જાતે કન્ફર્મ કર્યું

– 33 વર્ષ પછી બની રહેલા ફિલ્મના બીજા ભાગની બાકીની કાસ્ટ અંગે ઉત્સુકતા વધી

મુંબઈ: સંજય દત્તની ‘ખલનાયક રિટર્ન્સ’માં જેકી શ્રોફનું પણ પુનરાગમન થયું છે. જેકીએ જાતે કન્ફર્મ કર્યું છે કે  પોતે આ મુદ્દે સંજય દત્ત સાથે વાત કરી ચૂક્યો છે. 

૩૩ વર્ષ પહેલાં બનેલી મૂળ ‘ખલનાયક’ ફિલ્મમાં પોલીસ અધિકારી હિરોનો રોલ જેકીએ ભજવ્યો હતો જ્યારે સંજય દત્ત એન્ટી હિરોની ભૂમિકામાં હતો. હવે બંને કલાકારો ફરી સ્ક્રીન શેર કરવાના છે. જેકી શ્રોફની આ જાહેરાત બાદ બાકીની કાસ્ટ વિશે ઉત્સુકતા વધી ગઈ છે. મૂળ ફિલ્મમાં માધુરી દીક્ષિત હિરોઈન બની હતી પરંતુ હવે માધુરી કોઈ રીતે આ પ્રોજેક્ટ સાથે જોડાશે કે કેમ તે અંગે અટકળો સેવાય છે. 

એક વાતચીતમાં આ વિશે પૂછવામાં આવતાં જેકીએ કન્ફર્મ કરતાં કહ્યુું હતું કે ‘હું ફિલ્મમાં છું જ.  ફિલ્મમાં કમિશનર તો જોઈશે જ ને. તેના વિના કેમ ચાલશે.’

સંજય દત્તે પાર્ટ ટુ બનાવવા માટેના રાઈટ્સ સુભાષ ઘઈ પાસેથી લઈ લીધા છે. જોકે, તેણે જાહેર કર્યું છે કે સુભાષ ઘઈ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા રહેશે. 

હજુ થોડા દિવસો પહેલાં એવા અહેવાલ હતા કે સંજય દત્તે ફિલ્મનું  દિગ્દર્શન કરવા માટે રાજકુમાર સંતોષીને ઓફર આપી હતી પરંતુ  સંતોષીએ આ ઓફર નકારી કાઢી હતી. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤