લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

શહેરના કુંભારવાડા સહિતના કેટલાક વિસ્તારમાં સિટી બસ સેવા હજુ બંધ | City bus services are still closed in some areas of the city including Kumbharwada

by

Thenewsdk

Updated: 03-06-2026, 07.55 AM

Follow us:

શહેરના કુંભારવાડા સહિતના કેટલાક વિસ્તારમાં સિટી બસ સેવા હજુ બંધ | City bus services are still closed in some areas of the city including Kumbharwada



ગ્રામ્ય
વિસ્તારમાં સિટી બસ ચાલે છે અને શહેરના કેટલાક વિસ્તારને અન્યાય
 થઈ રહ્યો છે.

સિટી
બસ સુવિધા બંધ હોવાથી વિદ્યાર્થી સહિતના લોકોમાં નારાજગી
, સિટી બસ સેવા શરૃ કરવા
માંગણી

ભાવનગર – 
ભાવનગર શહેરના કુંભારવાડા સહિતના કેટલાક વિસ્તારોમાં હજુ
સિટી બસ સેવા બંધ છે ત્યારે કુંભારવાડા સહિતના બાકી વિસ્તારોમાં સિટી બસ સેવા શરૃ
કરવા માંગણી ઉઠી છે. સિટી બસ ગ્રામ્ય વિસ્તારમાં ચાલે છે અને સિટીના કેટલાક
વિસ્તારને

ભાવનગર
શહેરને ઘણાં લાબાં વર્ષોની પ્રતીક્ષા બાદ સિટી બસની સુવિધા પ્રાપ્ત થઈ છે પરંતુ આ
સિટી બસ હાલ જે વિસ્તારમાં ચાલી રહી છે તે ગ્રામ્ય વિસ્તારોમાં ચાલે છે. સિટી બસને
સિટી જેવું રૃપાળુ નામ આપવામાં આવ્યુ છે પરંતુ સીટીમાં મુખ્ય વિસ્તારોમાં આ બસની
સુવિધાથી અહીંના લોકો વંચીત છે તેથી જેવુ નામ છે તેવુ જ કામ થાય તેવી માંગણી છે.
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તાર જે છેવાડાનો વિસ્તાર છે અને સૌથી વધુ સામાન્ય
અને ગરીબ વર્ગના લોકો વસવાટ કરે છે તે લોકોને હજુ સુધી સીટી બસની સુવિધા પ્રાપ્ત
થઈ નથી
, જેના
કારણે વિદ્યાર્થીઓને પણ પારાવાર તકલીફ પડી રહી છે.

સમગ્ર
કુંભારવાડાને આવરી લઈને સિટી બસ સત્વરે ચાલુ કરવા અને શહેરમાં જયાં જયાં હજુ સુધી સિટી
બસ સેવાની સુવિધા મળતી નથી ત્યાં પણ નવા રૃટસ ચાલુ કરવા જેથી સામાન્ય લોકોને સારી સુવિધા
મળી શકે તેવી માંગણી કુંભારવાડા વોર્ડના નગરસેવક કિશન મેરે કરી છે. આ બાબતે આજે મંગળવારે
મહાપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે. શહેરના કેટલાક વિસ્તારમાં સિટી બસ સેવા બંધ
હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤