લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

વન વિભાગ સિંહોના રોગ અને સંરક્ષણ અંગેનો સંપૂર્ણ અહેવાલ જાહેર કરે | Forest Department should release a complete report on lion diseases and conservation

by

Thenewsdk

Updated: 03-06-2026, 05.30 AM

Follow us:

વન વિભાગ સિંહોના રોગ અને સંરક્ષણ અંગેનો સંપૂર્ણ અહેવાલ જાહેર કરે | Forest Department should release a complete report on lion diseases and conservation



એશિયાઈ સિંહોના આરોગ્યને લઈ ચિંતા વધી

કેટલા સિંહ સંક્રમિત થયા, કેટલાના મૃત્યુ થયા અને કેટલા
સ્વસ્થ લોકોમાં સંદેહ

રાજુલા –  ગીર સિંહના
વિસ્તારમાં વિચરતા એશિયાઈ સિંહોમાં બેસેસિયા વાયરસનો ખતરો વધ્યો છે ત્યારે રોગ અને
સંરક્ષણ સહિતનો સંપૂર્ણ અહેવાલ વન વિભાગ દ્વારા જાહેર કરવા પર્યાવરણ વિદોએ માંગણી
કરી છે.

ગુજરાતની ગીરની ધરોહર એવા એશિયાઈ સિંહોના આરોગ્યને લઈને ચિંતા વધી છે.
પર્યાવરણવિદોએ રાજ્ય સરકાર અને વન વિભાગ પાસે સિંહોના રોગ અને સંરક્ષણ અંગેનો
સંપૂર્ણ પારદર્શક અહેવાલ તાત્કાલિક જાહેર કરવાની કડક માંગ કરી છે. પર્યાવરણવિદોએ
જણાવ્યું કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ સીડીવી અને બેબેસિયા નામના રોગનો ખતરો હાલ
એશિયાઈ સિંહો પર તોળાઈ રહ્યો છે. છેલ્લી સત્તાવાર વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં ૮૯૧
સિંહો છે
, પરંતુ આ પૈકી કેટલા સિંહો સંક્રમિત થયા છે, કેટલાના
મૃત્યુ થયા છે અને કેટલા સંપૂર્ણ સ્વસ્થ છે તે અંગેની ચોક્કસ માહિતી જાહેર ન થતા
લોકોમાં સંદેહ પ્રવર્તી રહ્યો છે.

તેમણે કહ્યું કે બેબેસિયા રોગ શ્વાન કુળ અને બિલાડી કુળનાં પ્રાણીઓ માટે
ઘાતક સાબિત થયો છે. ૨૦૨૬માં થાઈલેન્ડમાં સમાન પ્રકારનાં વાયરસથી ૭૨ વાઘના મોત
થયાના અને આફ્રિકાના વન વિસ્તારોમાં પણ આવા કિસ્સા નોંધાયાનાં ઉદાહરણો આપી
પર્યાવરણવિદોએ સતર્ક રહેવાની જરૃર પર ભાર મુક્યો હતો. દર મહિને થતા સિંહ પૂનમ
અવલોકનની ગમતરી હમણા ંજ પૂર્ણ થઈ છે. આ ગણતરીમાં રોગથી પ્રભાવિત સિંહોની સંખ્યા
, મૃત્યુઆંક
અને સ્વસ્થ સિંહોની સંખ્યા સહિતનો વિગતવાર અહેવાલ ગુજરાતનાં વન વિભાગે જાહેર કરવો
જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤