Vadodara Crime : વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે આજે વહેલી સવારે હત્યાની એક દર્દનાક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના વડસર વિસ્તારમાં રહેતો ગિરીશ ભાલીયા નામના યુવક પોતાની પત્ની સાથે મંદિરે દર્શન કરવા માટે ગયો હતા. આ દરમિયાન ખોડીયાર નગર વુડાના મકાનમાં રહેતો દર્શન મારવાડી અને તેના સાગરિતોએ ત્યાં આવીને ગિરીશને આંતર્યો હતો.
અગાઉની અદાવતનું મનદુઃખ રાખીને દર્શન મારવાડીએ પત્નીની નજર સામે જ ગિરીશ પર છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા ગિરીશને સયાજી હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મહિલાની છેડતી બાબતે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી આ મર્ડર થયું હોવાની ચર્ચા વિસ્તારમાં થઈ રહી છે. હાલ પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


Leave a Comment