લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

બોટાદમાં વિદેશી દારૃની 66 બોટલ સાથે 2 શખ્સ ઝડપાયા | 2 people arrested with 66 bottles of foreign liquor in Botad

by

Thenewsdk

Updated: 04-06-2026, 05.00 AM

Follow us:

બોટાદમાં વિદેશી દારૃની 66 બોટલ સાથે 2 શખ્સ ઝડપાયા | 2 people arrested with 66 bottles of foreign liquor in Botad



કારમાં દારૃની ડિલિવરી આપવા બોટાદ આવી રહ્યાં હતા

લોકલ ક્રાઈમ બ્રાંચ બોટાદે દારૃ સહિત રૃ.૧૫.૬૯ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ
ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો

ભાવનગર –  બોટાદના
ઢાંકણીયા રોડ ફાડરના મેલડીમાના મંદિર તરફ જવાના રસ્તે બોટાલ લોકલ ક્રાઈમ બ્રાંચે
વિદેશી દારૃની ૬૬ બોટલ સાથે બે શખ્સને ઝડપી લઈ બોટાદ પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે
ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદના ઝરીયા ગામે રહેતો અજીત ઉર્ફે લાલો કનુભાઈ કાલિયા
જીજે-૦૧-કેઝેડ-૯૧૯૯ નંબરની કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને બોટાદમાં અશ્વિન
રાજુભાઈ બાવળીયાને ડિલિવરી આપવા આવશે
, જેમાં દારૃ ભરેલી કારની આગળ
જીજે-૩૩-કે-૯૮૯૭ નંબરની કારમાં આગળ અશ્વિન બાવળીયા પાયલોટિંગ આપી રહ્યો હોવાની
બાતમી લોકલ ક્રાઈમ બ્રાંચ બોટાદને મળતા એલસીબીની ટીમે વૉચ ગોઠવી બાતમીવાળી કારમાં
અશ્વિન રાજુભાઈ બાવળીયાને અને પાછળ આવી રહેલી કારને અટકાવી દિનેશ ચતુરરામ
બિશ્નોઈને અટકાવી કારની તલાશી લેતા તેમાંથી રૃ.૬૯
,૩૦૦ની
કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૃની ૬૬ બોટલ સહિત કુલ રૃ.૧૫
,૬૯,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ કરતા અજીત
ઉર્ફે લાલો કનુભાઈ કાલિયા સાથે ભાગીદારીમાં દારૃ મંગાવી ૭ પેટી અજીતભાઈના રહેણાંકી
મકાનમાં ઉતારી હોવાની કબૂલાત આપતા ઉક્ત ત્રણેય શખ્સ સામે બોટાદ પોલીસમાં ગુનો
નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤