લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

CBSEનો વધુ એક છબરડો, વિદ્યાર્થીને બ્લેન્ક માર્કશીટ ઈશ્યૂ કરી, હવે રિ-ચેકિંગમાં મુશ્કેલી | CBSE Issues Blank Marksheet To Delhi Class 12 Student Family Faces Revaluation Issues

by

Thenewsdk

Updated: 05-06-2026, 05.21 PM

Follow us:

CBSEનો વધુ એક છબરડો, વિદ્યાર્થીને બ્લેન્ક માર્કશીટ ઈશ્યૂ કરી, હવે રિ-ચેકિંગમાં મુશ્કેલી | CBSE Issues Blank Marksheet To Delhi Class 12 Student Family Faces Revaluation Issues



CBSE Class 12 Result Controversy :  દિલ્હીના 12માં ધોરણના વિદ્યાર્થી તનિષ્કને 81% માર્ક્સ આવ્યા છે, પરંતુ તેને બ્લેન્ક (કોરી) માર્કશીટ આપી દેવામાં આવી હતી. જ્યારે પરિણામ આવ્યું ત્યારે માર્કશીટ સાવ ખાલી હતી. તનિષ્કના પિતા સચિને જણાવ્યું કે, ‘અમે એક અઠવાડિયા સુધી સ્કૂલના ધક્કા ખાધા, ત્યાર પછી CBSE ની ઓફિસે પણ ચક્કર કાપવા પડ્યા, પરંતુ ઘણાં દિવસો સુધી કોઈ સુનાવણી ન થઈ અને કોઈએ યોગ્ય જવાબ ન આપ્યો.’

રી-ઇવેલ્યુએશન પ્રોસેસમાં પડી રહી છે મુશ્કેલી

વિદ્યાર્થી તનિષ્કના પિતાએ જણાવ્યું કે ‘આશરે એક અઠવાડિયા પછી કોઈક રીતે સાચું પરિણામ આપવામાં આવ્યું, પરંતુ તેમાં માર્ક્સ ઓછા આવ્યા હતા. આથી પેપરની સ્કેન કોપી મંગાવવામાં આવી. તનિષ્કે તમામ 6 વિષયોની કોપી માંગી હતી, પરંતુ તેને માત્ર પાંચ વિષયની જ કોપી આપવામાં આવી. હવે અમને રિ-ઇવેલ્યુએશન (ફરીથી મૂલ્યાંકન)ની પ્રક્રિયામાં મોટી મુશ્કેલી પડી રહી છે. આવતીકાલે એટલે કે 6 જૂનના રોજ આ પ્રોસેસની છેલ્લી તારીખ છે, અને હજુ સુધી રિ-ઇવેલ્યુએશન પ્રોસેસ પૂરી થઈ નથી, જેના કારણે મારો દીકરો ભારે માનસિક તણાવ (ડિપ્રેશન) માં છે.’

સચિને જણાવ્યું કે ‘હું દીકરાને સતત સમજાવી રહ્યો છું ,અને તેની સાથે મજબૂતાઈથી અમે ઉભા છીએ, પરંતુ તેમ છતાં તે એક જ વાત કહી રહ્યો છે કે, તેની સાથે જ આવું કેમ થઈ રહ્યું છે.’ તેમની કોશિશ છે કે હવે ગમે તે રીતે દીકરાના તમામ પેપર્સનું રિ-ઇવેલ્યુએશન સમયસર પૂરું થઈ જાય.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤