લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ગુજરાત એસટી નિગમમાં કંડકટર અને ડ્રાઇવરની 8917 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 6 જૂનથી ભરાશે ફોર્મ | GSRTC New Recruitment Gujarat ST Corporation will recruit 4500 drivers 4500 conductors

by

Thenewsdk

Updated: 05-06-2026, 09.33 PM

Follow us:

ગુજરાત એસટી નિગમમાં કંડકટર અને ડ્રાઇવરની 8917 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 6 જૂનથી ભરાશે ફોર્મ | GSRTC New Recruitment Gujarat ST Corporation will recruit 4500 drivers 4500 conductors



GSRTC New Recruitment: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)માં બેરોજગાર યુવક-યુવતીઓ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. એસટી નિગમમાં 4318 કંડકટર અને ડ્રાઇવરની 4599 જગ્યાઓ મળીને 8917 જગ્યાઓ ભરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભરતી અંતર્ગત પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના 5 વર્ષ સુધી 26000 ફિક્સ માસિક પગાર આપવામાં આવશે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 6 જૂનથી 5 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. 

કંડક્ટર માટે શું લાયકાત?

નિગમ દ્વારા કંડક્ટરની કુલ 4318 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. આ પદ માટે અરજી કરનાર ઉમેદવાર ધોરણ 12 પાસ (10+2) હોવો જોઈએ. ઉમેદવારની વયમર્યાદા 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે, જેમાં અનામત વર્ગના લોકોને નિયમ મુજબ છૂટછાટ મળશે. આ ઉપરાંત, ઉમેદવાર પાસે RTO માન્ય વેલિડ કંડક્ટર લાયસન્સ અને બેઝ હોવો અનિવાર્ય છે, તેમજ તેમનું શારીરિક વિઝન (દ્રષ્ટિ) પણ બિલકુલ સાફ હોવું જોઈએ.

ડ્રાઇવર માટે શું લાયકાત?

બીજી તરફ, ડ્રાઇવરની કુલ 4599 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. ડ્રાઇવર પદ માટે પણ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ રાખવામાં આવી છે. આ માટે વયમર્યાદા 25 થી 35 વર્ષ નક્કી કરાઈ છે (અનામત વર્ગ માટે 5 વર્ષની છૂટછાટ રહેશે). શારીરિક માપદંડમાં પુરુષ ઉમેદવારો માટે લઘુત્તમ ઊંચાઈ 162 સેમી (ST વર્ગ માટે 160 સેમી) અને મહિલાઓ માટે 158 સેમી હોવી જરૂરી છે. ડ્રાઇવરના ઉમેદવારો કલર બ્લાઇન્ડનેસ (રંગ અંધત્વ) ધરાવતા ન હોવા જોઈએ.

ડ્રાઇવરની પોસ્ટ માટે લાયસન્સ અને અનુભવના નિયમો પુરુષ અને મહિલાઓ માટે અલગ-અલગ છે. પુરુષ ઉમેદવારો પાસે ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હેવી ડ્રાઇવિંગ લાયસન્સ, બેઝ અને ટ્રાન્સપોર્ટ કે કંપનીનો 4 વર્ષનો ડીઝલ વાહન ચલાવવાનો અનુભવ હોવો જરૂરી છે. જ્યારે મહિલા ઉમેદવારો માટે હેવી લાયસન્સ અને બેઝ હોવો પૂરતો છે. હેવી વાહન ચલાવવાનો અનુભવ ન હોય તેવી મહિલાઓને નિગમ દ્વારા ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર ખાતે 2 મહિનાની ખાસ તાલીમ આપીને નિમણૂક આપવામાં આવશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤