લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

અમદાવાદમાં અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું, 15 લોકો પાસેથી 20 કરોડ પડાવ્યા | Ahmedabad Police Arrest Couple in ₹20 Crore Fraud Case Involving 15 Investors

by

Thenewsdk

Updated: 05-06-2026, 03.24 PM

Follow us:

અમદાવાદમાં અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું, 15 લોકો પાસેથી 20 કરોડ પડાવ્યા | Ahmedabad Police Arrest Couple in ₹20 Crore Fraud Case Involving 15 Investors



Ahmedabad Fraud Case: અમદાવાદમાંથી ફરી એકવાર છેતરપિંડીનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. મોટા અધિકારીઓ અને જાણીતી હસ્તીઓ સાથેના ફોટા બતાવીને લોકોનો વિશ્વાસ જીત્યા બાદ કરોડો રૂપિયાની ઠગાઈ આચરનારા મહાઠગ અનિલ વિભાણી અને તેની પત્ની વિમ્મી વિભાણીની પોલીસે ધરપકડ કરી લીધી છે. વૈભવી જીવન જીવવાના મોહમાં આ દંપતીએ અત્યાર સુધીમાં 15 જેટલા નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવી અંદાજે 20 કરોડ રૂપિયાથી વધુની મસમોટી રકમ પડાવી લીધી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

ટ્રક ડ્રાઇવરથી લઈને ‘પત્નીની હત્યા’ અને ‘મહાઠગ’ બનવા સુધીની સફર

પોલીસ તપાસમાં આરોપી અનિલ વિભાણીની ગુનાહિત કુંડળી સામે આવી છે, જે કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. અનિલ અગાઉ એક સામાન્ય ટ્રક ડ્રાઇવર તરીકે અને પથ્થરની ખાણમાં સામાન્ય નોકરી કરતો હતો. શોર્ટકટથી અમીર બનવાની લાલસામાં તે ગુનાખોરીના રસ્તે ચડી ગયો હતો. વર્ષ 2012માં તેણે સુરતના રાંદેર વિસ્તારમાં પોતાની પહેલી પત્નીની હત્યા કરી દીધી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ, વર્ષ 2019થી તેણે બીજી પત્ની વિમ્મી સાથે મળીને લોકોને આર્થિક ચૂનો લગાવવાનું સંગઠિત નેટવર્ક શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: વાવ-થરાદ: અભેપુરામાં દારૂના દૂષણથી કંટાળેલી મહિલાઓ પોલીસ મથકે દોડી ગઈ, પોલીસે અઠવાડિયાનો સમય માગ્યો

VIP ફોટા અને કેનેડાના ફસાયેલા રૂપિયાની લાલચ

આ ઠગ દંપતી ઉચ્ચ સરકારી અધિકારીઓ અને સેલિબ્રિટીઝ સાથે પડાવેલા ફોટા લોકોને બતાવીને પોતાની ભારે વગ હોવાનો ડોળ કરતું હતું. લોકો પણ તેમની વાતોમાં આવીને સરળતાથી વિશ્વાસ કરી લેતા હતા. તાજેતરમાં જ તેમણે એક વ્યક્તિને શિકાર બનાવ્યો હતો. ભોગ બનનાર વ્યક્તિના કેનેડામાં ફસાયેલા 24 કરોડ રૂપિયા પાછા કઢાવી આપવાની મોટી લાલચ આપીને આ દંપતીએ તેમની પાસેથી 2 કરોડ 27 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આવી જ રીતે અલગ-અલગ બહાના હેઠળ તેમણે કુલ 15 લોકો સાથે 20 કરોડ રૂપિયાથી વધુનું ફ્રોડ આચર્યું હોવાની પ્રબળ આશંકા છે.

આર્થિક ગુના નિવારણ શાખા (EOW) પોલીસે આ મામલે સપાટો બોલાવતા કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 20 કરોડ રૂપિયાની કિંમતની વૈભવી અને મોંઘીદાટ લક્ઝરી કારોનો મોટો કાફલો જપ્ત કર્યો છે. દંપતીના 10 જેટલા બેન્ક એકાઉન્ટ્સ અને 3 લોકર્સને તાત્કાલિક ધોરણે ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. પોલીસ પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી અનિલ વિભાણીએ કબૂલાત કરી છે કે, આ છેતરપિંડીના કાળા ધોળા કરીને મેળવેલા પૈસામાંથી જ તેણે પોતાની દીકરીના લગ્નમાં 30 તોલા સોનું ભેટમાં આપ્યું હતું. હાલ પોલીસે રિમાન્ડ મેળવીને આ આંતરરાજ્ય કહી શકાય તેવા મોટા ઠગાઈ રેકેટના મૂળ સુધી પહોંચવા અને અન્ય કેટલા લોકો ભોગ બન્યા છે તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤