લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ચોમાસા અગાઉ રેલવે વિભાગનો મોટો નિર્ણય, દક્ષિણ ભારત તરફ જતી 24 ટ્રેનોના સમય બદલાયા | Gujarat Train Alert New Monsoon Schedule for 24 Trains on Konkan Route Released

by

Thenewsdk

Updated: 06-06-2026, 09.37 AM

Follow us:

ચોમાસા અગાઉ રેલવે વિભાગનો મોટો નિર્ણય, દક્ષિણ ભારત તરફ જતી 24 ટ્રેનોના સમય બદલાયા | Gujarat Train Alert New Monsoon Schedule for 24 Trains on Konkan Route Released



Monsoon Timetable 2026: દક્ષિણ ભારત તરફ આવેલા કોંકણ રેલવે પર ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને સાવચેતીના કારણોસર 15 જૂનથી 20 ઓક્ટોબર, 2026 સુધી રેલવે દ્વારા મોન્સૂન ટાઈમ ટેબલ અમલમાં મૂકવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિભાગોમાં ટ્રેનોની ગતિ મર્યાદિત રાખવામાં આવતાં પશ્ચિમ રેલવે પરથી દોડતી 24 જોડી ટ્રેનોના સમય પત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક સ્ટેશનો પર ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં બદલાવ જોવા મળશે.

મુસાફરો માટે રેલવે તંત્રની મહત્ત્વની સૂચના

જેમાં ખાસ કરીને અમદાવાદમાંથી પસાર થતી કેટલીક મહત્ત્વની ટ્રેનોમાં ટ્રેન નં. 16311-12 શ્રી ગંગાનગર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે સવારે 7.25 વાગ્યે પહોંચશે અને 7.35 વાગ્યે રવાના થશે. જ્યારે પરત ફરતી આ ટ્રેન સવારે 6.40 વાગ્યે આવશે અને 6.50 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નં. 16333-34 વેરાવળ-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે બપોરે 3.15 વાગ્યે પહોંચશે અને 3.25 વાગ્યે રવાના થશે. જ્યારે પરત આવતી આ ટ્રેન સવારે 6.40 વાગ્યે પહોંચશે અને 6.50 વાગ્યે ઉપડશે.

ચાર મહત્ત્વની ટ્રેનોના નવા સમયપત્રક

ગાંધીધામ-નાગરકોઈલ એક્સપ્રેસ અને ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસના અમદાવાદ ખાતેના સમય પણ અનુક્રમે બપોરે 3.15થી 3.25 અને સવારે 6.40થી 6.50 નક્કી કરવામાં આવ્યા છે. ટ્રેન નં. 19260-59 ભાવનગર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે બપોરે 3.15 વાગ્યે આવશે અને 3.25 વાગ્યે ઉપડશે. જ્યારે ટ્રેન નં. 19578-77 જામનગર-તિરુનલવેલી એક્સપ્રેસ અમદાવાદ ખાતે રાત્રે 2.50 વાગ્યે પહોંચશે અને 3.00 વાગ્યે રવાના થશે.

ટ્રેનનો સમય ચકાસીને જ મુસાફરી કરવા અપીલ

આ ઉપરાંત ટ્રેન નં. 22908-07 હાપા-મડગાંવ એક્સપ્રેસ, 20924-23 ગાંધીધામ-તિરુનલવેલી હમસફર એક્સપ્રેસ, 20910-09 પોરબંદર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અને 22476-75 હિસાર-કોઈમ્બતુર એસી એક્સપ્રેસના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદથી મુસાફરી કરતાં મુસાફરોએ ટ્રેનનો સમય ચકાસીને જ મુસાફરી કરવા રેલવે તંત્રે સૂચન કર્યું છે.

આ પણ વાંચો: કૈલાશ માનસરોવર યાત્રા પર નેપાળની અવળચંડાઈ! ભારતે કહ્યું- વાતચીતથી ઉકેલ શક્ય



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤