લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

વેચવાલીના દબાણથી બિટકોઈને 60000 ડોલરની સપાટી પણ ગુમાવી | Bitcoin also lost the 60 000 level due to selling pressure

by

Thenewsdk

Updated: 07-06-2026, 06.45 AM

Follow us:

વેચવાલીના દબાણથી બિટકોઈને 60000 ડોલરની સપાટી પણ ગુમાવી | Bitcoin also lost the 60 000 level due to selling pressure



photo 1780760868798

મુંબઈ : સપ્તાહ અંતે પણ ક્રિપ્ટોકરન્સીઝમાં વેચવાલીનો મારો ચાલુ રહ્યો હતો અને મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન એક તબક્કે ગબડી ૬૦,૦૦૦ ડોલરની અંદર સરકી ગયાનું જોવા મળ્યું હતું. મોટી ટેક કંપનીઓના જંગી આઈપીઓ તથા બિટકોઈન ઈટીએફસમાંથી સતત આઉટફલોસને પરિણામે બિટકોઈન સહિત અન્ય ક્રિપ્ટોસ પર દબાણ ચાલુ રહ્યું છે.

સપ્તાહ અંતે બિટકોઈન ૬૦,૦૦૦ ડોલરની અંદર ઊતરી ૫૯૦૯૯ ડોલર જોવા મળ્યો હતો જે ઓકટોબર ૨૦૨૪ બાદ સૌથી નીચી સપાટી છે. 

વેચવાલીના દબાણને ધ્યાનમાં રાખી ઊભા ઓળિયા ખાસ કરીને શોર્ટ પોઝિશનને ફરજિયાત લિક્વિડેટ કરવામાં આવતા તેની પણ બિટકોઈનના ભાવ પર અસર જોવા મળી હતી. ગયા વર્ષના ઓકટોબરમાં ૧,૨૬,૦૦૦ ડોલરની ઓલટાઈમ હાઈથી બિટકોઈનનો ભાવ હાલમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટે બોલાઈ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧.૬૦ અબજ ડોલરની પોઝિશન લિક્વિડેટ કરાઈ હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. 

મોડી સાંજે બિટકોઈન ૬૧૨૨૦ ડોલર, એથરમ ૧૫૮૦ ડોલર, એકસઆરપી ૧.૦૯ ડોલર જ્યારે સોલાના ૬૩.૧૯ ડોલર મુકાતો હતો. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤