લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

ચીજવસ્તુના ભાવ 95% સુધી વધી જતાં મધ્યમવર્ગના બજેટમાં પંક્ચર, કોંગ્રેસના ભાજપ સામે પ્રહાર | Congress Targets BJP as Essential Commodity Prices Surge Up to 95% Hitting Middle Class

by

Thenewsdk

Updated: 07-06-2026, 09.00 AM

Follow us:

ચીજવસ્તુના ભાવ 95% સુધી વધી જતાં મધ્યમવર્ગના બજેટમાં પંક્ચર, કોંગ્રેસના ભાજપ સામે પ્રહાર | Congress Targets BJP as Essential Commodity Prices Surge Up to 95% Hitting Middle Class


Inflation India: દેશમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ‘અચ્છે દિન’નો વાયદો કરીને સત્તા પર આવેલી ભાજપ સરકારના શાસનમાં મોંઘવારીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગ અત્યંત કફોડી સ્થિતિમાં મુકાયો છે તેવો આકરો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

સામાન્ય જનતાના ખિસ્સા ખંખેરી મૂડીપતિઓને લાભ કરાતો હોવાનો આરોપ

કોંગ્રેસે આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, ‘ભાજપ સરકાર સામાન્ય જનતાના ખિસ્સા ખંખેરી રહી છે અને આ નાણાંથી માત્ર અમુક મૂડીપતિઓને જ ફાયદો કરાવવામાં આવી રહ્યો છે. વર્ષ 2014ની સરખામણીએ આજે વર્ષ 2026માં જીવનજરૂરી તમામ ખાદ્ય ચીજવસ્તુઓ, દૂધ તેમજ ઈંધણના ભાવો બે ગણાથી લઈને ત્રણ ગણા સુધી વધી ગયા છે. આ ચિંતાજનક ભાવવધારો જ દર્શાવે છે કે સરકાર આર્થિક મોરચે અને મોંઘવારી અંકુશમાં લેવામાં સદંતર નિષ્ફળ નીવડી છે.’

ચીજવસ્તુના ભાવ 95% સુધી વધી જતાં મધ્યમવર્ગના બજેટમાં પંક્ચર, કોંગ્રેસના ભાજપ સામે પ્રહાર 2 - image

આ પણ વાંચો: ભેળસેળિયા સામે પગલાં લેવામાં તંત્ર પાંગળુ! 4 વર્ષમાં 42000થી વધુ ફૂડ સેમ્પલ લીધા પણ જુઓ કેવી કાર્યવાહી કરી

ભાવ નિયંત્રણની વાતો માત્ર કાગળ પર: કોંગ્રેસ

હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને આંતરરાષ્ટ્રીય બહાના હેઠળ સરકાર પોતાની જવાબદારીઓમાંથી છટકી રહી છે. જનતાને વાસ્તવિક રાહત આપવાના બદલે જીવનજરૂરી વસ્તુઓ પર ભાવ નિયંત્રણ લાવવાની મોટી મોટી વાતો માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે. સામાન્ય પરિવારોના મુખ્ય અને રોજિંદા ખોરાક એવા લોટ, દાળ, ચોખા અને દૂધના ભાવમાં 50 ટકાથી લઈને 95 ટકા સુધીનો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ માટે બે ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બની રહ્યું છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤