લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

149 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પહેલીવાર આવુ થયું, કે.એલ.રાહુલના નામે નોંધાયો અનોખો રેકોર્ડ | KL Rahul Scripts Test Cricket History With Record Never Seen in 149 Years

by

Thenewsdk

Updated: 07-06-2026, 10.03 AM

Follow us:

149 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પહેલીવાર આવુ થયું, કે.એલ.રાહુલના નામે નોંધાયો અનોખો રેકોર્ડ | KL Rahul Scripts Test Cricket History With Record Never Seen in 149 Years



photo 1780806822533

KL Rahul Test Cricket History: ક્રિકેટ જગતમાં ‘હંડ્રેડ એન્ડ આઉટ’ વાક્ય ઘણું પ્રખ્યાત છે, જેનો અર્થ થાય છે કે બેટર સદી પૂરી કરીને તરત જ પોતાની વિકેટ ગુમાવી બેસે. પરંતુ હવે આ વાક્ય વૈશ્વિક સ્તરે ભારતીય સ્ટાર બેટર કે.એલ. રાહુલ સાથે જોડાઈ ગયું છે. અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચના પહેલા જ દિવસે રાહુલે એક એવો અનોખો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જે ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષથી વધુના ઇતિહાસમાં કોઈ પણ બેટર ક્યારેય બનાવી શક્યો નથી.

સદીની ઉજવણી લાંબો સમય ન ટકી 

શનિવારે ભારતીય ઇનિંગ્સ દરમિયાન ન્યૂ ચંડીગઢની પીચ પર અનુભવી જમણા હાથના ઓપનર કે.એલ. રાહુલે અફઘાન બોલર ઝિયાઉર રહેમાન શરીફીને શાનદાર ફ્લિક શોટ ફટકારીને બે રન લીધા અને પોતાની ટેસ્ટ કારકિર્દીની 12મી સદી પૂરી કરી હતી. સદી પૂરી થતાં જ રાહુલે હંમેશની જેમ હેલ્મેટ ઉતારી, હવામાં હાથ ઊંચા કરીને ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ આ ખુશી માત્ર એક બોલ પૂરતી જ સીમિત રહી. સદી પૂરી કર્યા પછીના જ બોલ પર ઝિયાઉર રહેમાને ઓફ-સ્ટમ્પની સહેજ બહાર લુપી હાફ-વોલી બોલ ફેંક્યો. રાહુલે તેને મિડલ કરીને શાનદાર કવર ડ્રાઇવ ફટકાર્યો, જે જોવામાં એકદમ પરફેક્ટ બાઉન્ડ્રી જેવો લાગતો હતો. જોકે, શોર્ટ કવર પર ફિલ્ડિંગ ભરી રહેલા અફઘાનિસ્તાનના રહેમાનુલ્લાહ ગુરબાઝે ચિત્તા જેવી ચપળતા બતાવી જમણી બાજુ અદભુત ડાઇવ લગાવીને કેચ પકડી લીધો હતો. આ સાથે જ રાહુલની 165 બોલમાં બરાબર 100 રનની ઇનિંગનો આશ્ચર્યજનક અંત આવ્યો હતો.

આ પણ વાંચો: ‘મારે ફક્ત રમવું નથી પણ 20 વર્ષ સુધી ક્રિકેટ જગત પર રાજ કરવું છે…’, સ્ટાર બેટર વૈભવ સૂર્યવંશીનો હુંકાર

સચિન-ગાંગુલી સહિત દિગ્ગજોથી આગળ નીકળ્યો 

આ અનોખી ઇનિંગ સાથે જ કે.એલ. રાહુલે ભારત અને વિશ્વ ક્રિકેટમાં ઘણાં મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ વખત બરાબર 100 રન પર આઉટ થનાર કે.એલ. રાહુલ પ્રથમ ભારતીય બેટર બન્યો છે. અગાઉ આ રેકોર્ડ સંયુક્ત રીતે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના નામે હતો, જેઓ કરિયરમાં બે વાર બરાબર 100 રને આઉટ થયા હતા. વિશ્વ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વો અને ગ્રીમ વુડ 3-3 વાર તેમજ ઇંગ્લેન્ડના સર લિયોનાર્ડ હટન 4 વાર બરાબર 100 રને આઉટ થવાનો રેકોર્ડ ધરાવે છે.

રાહુલ કેમ બન્યો ખાસ?

જોકે આ તમામ દિગ્ગજો અલગ-અલગ સમયે 100 રને આઉટ થયા હતા, જ્યારે કે.એ.લ રાહુલે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સતત ત્રણ ઇનિંગ્સમાં બરાબર 100 રન બનાવીને આઉટ થવાની અનોખી હેટ્રિક નોંધી છે. આ અવિશ્વસનીય સાતત્યતાએ રાહુલને ક્રિકેટના ઇતિહાસના પાનાઓ પર અમર કરી દીધો છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤