લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

‘એને તો ઓસ્કર મળવો જોઈએ…’, OUT હોવા છતાં કે.એલ. રાહુલને કેવી રીતે મળ્યું ‘જીવતદાન’ | IND Vs AFG: KL Rahul Smart Reaction Saves Him From Getting Out As Afghanistan Misses DRS

by

Thenewsdk

Updated: 06-06-2026, 05.39 PM

Follow us:

‘એને તો ઓસ્કર મળવો જોઈએ…’, OUT હોવા છતાં કે.એલ. રાહુલને કેવી રીતે મળ્યું ‘જીવતદાન’ | IND Vs AFG: KL Rahul Smart Reaction Saves Him From Getting Out As Afghanistan Misses DRS



photo 1780747747763

India Vs Afghanistan Mullanpur Test : અફઘાનિસ્તાન સામેની મુલ્લાંપુર ટેસ્ટમાં ભારતીય બેટ્સમેન કેએલ રાહુલને એવું જીવનદાન મળ્યું, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. અફઘાનિસ્તાનની ટીમે ડીઆરએસ (DRS) ને લઈને એક મોટી ભૂલ કરી દીધી, અને રાહુલ સ્પષ્ટપણે આઉટ હોવા છતાં ક્રિઝ પર ટકી રહ્યા. બાદમાં જ્યારે રિપ્લેમાં સત્ય સામે આવ્યું ત્યારે દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ભારતીય ઇનિંગ્સની 11મી ઓવરમાં આ સમગ્ર ઘટનાક્રમ જોવા મળ્યો હતો. અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર ઝિયાઉર રહેમાન શરીફી સતત ઓફ સ્ટમ્પની બહાર બોલિંગ કરીને રાહુલને પરેશાન કરી રહ્યા હતા. રાહુલ પણ રન બનાવવા માટે થોડું દબાણ અનુભવી રહ્યા હતા, અને આ જ કોશિશમાં તેમણે કટ શોટ રમવાનો પ્રયાસ કર્યો.

બોલ બેટની હળવી કિનારી લઈને સીધો વિકેટ કીપર અફસર ઝઝાઈના ગ્લોવ્ઝમાં ચાલ્યો ગયો. અફઘાનિસ્તાનના ખેલાડીઓએ જોરદાર અપીલ કરી, પરંતુ અમ્પાયરે આંગળી ઊંચી ન કરી. રાહુલ પણ કોઈ પણ જાતના હાવભાવ વગર પોતાની જગ્યાએ શાંત ઊભા રહ્યા, જાણે તેમના બેટને બોલ અડ્યો જ ન હોય! જો કે, સ્લિપમાં ઊભેલા રહેમાનુલ્લાહ ગુરબાજે કેપ્ટન હશમતુલ્લાહ શાહીદીને DRS લેવા માટે વિનંતી કરી હતી. ગુરબાજને પૂરો ભરોસો હતો કે, બોલ બેટની કિનારી લઈને ગયો છે. છતાં પણ શાહીદીએ પોતાના સાથી ખેલાડીની વાત ન માની અને રિવ્યૂ લેવાનો ઇનકાર કરી દીધો.

અફઘાનિસ્તાનનો આ જ નિર્ણય બાદમાં તેમની સૌથી મોટી ભૂલ સાબિત થયો. જ્યારે મોટી સ્ક્રીન પર રિપ્લે બતાવવામાં આવ્યો ત્યારે અલ્ટ્રા-એજ (Ultra-Edge)માં સ્પષ્ટ દેખાયું કે, બોલ કેએલ રાહુલના બેટ સાથે અથડાયો હતો. એટલે કે જો અફઘાનિસ્તાને DRS લીધું હોત તો, રાહુલે તરત જ પેવેલિયન ભેગા થવું પડત. રિપ્લે સામે આવ્યા બાદ કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર ગ્રીમ સ્વાન પણ પોતાનું હસવું રોકી શક્યા નહીં. તેમણે રમૂજી અંદાજમાં કહ્યું, ‘કેએલ રાહુલ, અહીં આવો. આ તમારો ઓસ્કર એવોર્ડ છે.’ સ્વાનનો ઈશારો રાહુલના એ શાંત ચહેરા તરફ હતો, જેમાં આઉટ હોવા છતાં કોઈ ગભરાટ દેખાતો ન હતો.

એક જ મેચમાં મળ્યા બે-બે જીવનદાન

કેએલ રાહુલનું નસીબ અહીં જ ન અટક્યું. થોડી ઓવરો પછી તેમને બીજું જીવનદાન પણ મળી ગયું. 16મી ઓવરમાં બોલ તેમના પેડ પર વાગ્યો, પરંતુ અફઘાનિસ્તાને આ વખતે અપીલ પણ ન કરી. બાદમાં રિપ્લેમાં દેખાયું કે, બોલ સ્ટમ્પને હિટ કરી રહ્યો હતો. જો કે, આ નિર્ણય અમ્પાયર્સ કોલ (Umpire’s Call) ના દાયરામાં રહેતો, પરંતુ અફઘાનિસ્તાને વધુ એક તક ગુમાવી દીધી.

બે-બે જીવનદાન મળ્યા બાદ રાહુલે અફઘાનિસ્તાનને તેની કિંમત ચૂકવવા મજબૂર કરી દીધું. શરૂઆતના સંઘર્ષ બાદ તેમણે શાનદાર બેટિંગ શરૂ કરી અને ભારતીય ઇનિંગ્સને મજબૂતી આપી. આ દરમિયાન તેમણે પોતાના ફર્સ્ટ ક્લાસ (પ્રથમ શ્રેણી) કરિયરના 9000 રન પણ પૂરા કરી લીધા, જે તેમના લાંબા અને સફળ ક્રિકેટ કરિયરની વધુ એક મોટી સિદ્ધિ છે.

કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 41 રન જોડ્યા હતા. જો કે યશસ્વી જયસ્વાલ વધુ સમય ટકી શક્યા નહીં, પરંતુ રાહુલે અફઘાનિસ્તાનની ભૂલોનો ભરપૂર ફાયદો ઉઠાવીને પોતાની ઇનિંગ્સને આગળ વધારી હતી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤