લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

અલંગમાં બ્રેક થઈ રહેલા ટેન્કર શિપમાં આગ ભભૂકી | Fire breaks out in tanker ship breaking in Alang

by

Thenewsdk

Updated: 07-06-2026, 05.00 AM

Follow us:

અલંગમાં બ્રેક થઈ રહેલા ટેન્કર શિપમાં આગ ભભૂકી | Fire breaks out in tanker ship breaking in Alang



શિપ
બ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૪૫માં દુર્ઘટના બની

ભાવનગરઅલંગ શિપ બ્રેકિંગ
યાર્ડના પ્લોટ નં.૪૫માં ગત રોજ સાંજના સમયે ટેન્કર શીપના કટિંગ સમયે અચાનક આગ
ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી. જોકે અલંગ સ્થિત ફાયર સ્ટાફે ઘટના સ્થળે પહોંચી આગને
સંપૂર્ણ કાબુમાં લઈ લેતા મોટી દુર્ઘટના ટળી હતી. સદ્નસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ
થઈ નથી
. બીજી તરફ આગ લાગવાના કારણની તપાસ પણ શરૃ કરવામાં આવી
છે.

કટિંગ
થઈ રહ્યું હતું ત્યારે આગ ભભૂકી ઉઠકા દોડધામ
,
ફાયર સ્ટાફે આગને કાબુમાં લીધી

અલંગ
શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૪૫ ઈન્ડક્ટો સ્ટીલ લી.માં ગતરોજ સાંજે પાંચ કલાકના
અરસામાં મજુર દ્વારા ગેસ કટરથી ટેન્કર શિપના કટિંગની કામગીરી ચાલ રહી હતી. તે
દરમિયાન અચાનક જ કટિંગ થઈ રહેલા ટેન્કર શીપમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી.
શીપમાં આગ લાગ્યાના બનાવની જાણ અલંગ સ્થિત ફાયરની ટીમને કરવામાં આવતા ફાયર સ્ટાફે
સ્થળ પર જઈ આગ પ્રસરે તે પહેલા જ પાણીનો છંટકાવ કરીને કાબુમાં લઈ લેતા મોટી
દુર્ઘટનના ટળી છે. આગની આ દુર્ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું
નથી. પ્રાથમિક માહિતી અનુસાર શીપમાં ગેસ કટિંગની કામગીરી દરમિયાન જ્વલંતશીલ
પ્રવાહીના સંપર્કમાં આવવાથી આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
જોકે આગ શા કારણે લાગી છે તેના ચોક્કસ કારણની તપાસ ચાલી રહી હોવાનું પણ જાણવા
મળ્યું છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤