લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયામાં સામેલ થતા જ વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો | vaibhav sooryavanshi selected in team india t20 squad to break sachin tendulkar record

by

Thenewsdk

Updated: 06-06-2026, 03.06 PM

Follow us:

ટીમ ઈન્ડિયામાં સામેલ થતા જ વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો | vaibhav sooryavanshi selected in team india t20 squad to break sachin tendulkar record



photo 1780737445757

Vaibhav Sooryavanshi T20I Debut: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની T20I ટીમની જાહેરાત કરવામાં આવી છે. અપેક્ષા પ્રમાણે જ તાજેતરમાં આઈપીએલમાં પોતાના બેટથી ધમાકો કરનાર 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત આગામી એશિયન ગેમ્સની ટીમમાં પણ વૈભવને સામેલ કરવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષથી ઘરેલુ ક્રિકેટ અને આઈપીએલમાં વૈભવે જે પ્રકારની વિસ્ફોટક બેટિંગ બતાવી છે, તેને જોતા પસંદગીકારો તેના પર સતત નજર રાખી રહ્યા હતા.

IPL 2026માં ઓરેન્જ કેપ જીતીને મચાવ્યો હંગામો

વૈભવ સૂર્યવંશીએ ગયા વર્ષે પોતાનું આઈપીએલ ડેબ્યૂ કર્યું હતું, જ્યાં તેણે માત્ર 7 મેચોમાં 252 રન બનાવ્યા હતા. તાજેતરમાં રમાયેલી IPL 2026ની સિઝનમાં તેણે કમાલનું પ્રદર્શન કરતા 14 મેચોમાં 776 રન ફટકાર્યા હતા. તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો અને તેણે ઓરેન્જ કેપ પણ પોતાના નામે કરી હતી. આ સિઝન દરમિયાન તેના બેટમાંથી 1 સદી અને 5 અડધી સદી નીકળી હતી, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 237.31નો રહ્યો હતો. વૈભવે જસપ્રિત બુમરાહ, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સ જેવા વિશ્વના દિગ્ગજ બોલરો સામે પણ નીડર થઈને રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: IPLમાં ગુજરાત ટાઈટન્સ માટે રમી ચૂકેલા માનવ સુથારનું ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ, કુલદીપે કેપ પહેરાવી

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ જોખમમાં!

વૈભવ સૂર્યવંશીને શ્રેયસ અય્યરની કપ્તાનીવાળી ભારતીય ટીમમાં જગ્યા મળી છે. જો આ પ્રવાસ દરમિયાન વૈભવને પ્લેઇંગ ઇલેવનમાં રમવાની તક મળશે, તો તે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનો ભારત માટે સૌથી નાની ઉંમરે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરવાનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખશે. સચિન તેંડુલકરે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે પાકિસ્તાન સામે ડેબ્યૂ કર્યું હતું, જ્યારે વૈભવની ઉંમર અત્યારે માત્ર 15 વર્ષ અને 71 દિવસ છે.

જો કે ભારતીય ટીમમાં પહેલાથી જ અભિષેક શર્મા અને સંજુ સેમસન જેવા અનુભવી ઓપનર હોવાના કારણે કેપ્ટન શ્રેયસ અય્યર તેને કઈ મેચમાં મોકો આપે છે તે જોવું રસપ્રદ રહેશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤