લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

IPLમાં ધમાલ મચાવનારા વૈભવ સૂર્યવંશી સામે હશે 3 મોટા પડકારો, સૌરવ ગાંગુલીએ આપી સલાહ | sourav ganguly alert to vaibhav sooryavanshi 3 challenges on india debut

by

Thenewsdk

Updated: 08-06-2026, 07.47 PM

Follow us:

IPLમાં ધમાલ મચાવનારા વૈભવ સૂર્યવંશી સામે હશે 3 મોટા પડકારો, સૌરવ ગાંગુલીએ આપી સલાહ | sourav ganguly alert to vaibhav sooryavanshi 3 challenges on india debut



photo 1780928023698

Ganguly On Vaibhav: IPL 2026માં પોતાના બેટથી ધમાકો મચાવનાર 15 વર્ષના વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ આખી દુનિયાને પ્રભાવિત કરી છે. આ સીઝનમાં ટોપ સ્કોરર સાબિત થયા બાદ તેને ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામેની આગામી T20 શ્રેણી તેમજ એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. વૈભવ ટૂંક સમયમાં જ ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરવા માટે તૈયાર છે, પરંતુ ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી કરતાની સાથે જ તેની સામે 3 મોટા પડકારો હશે. આ બાબતે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ખુલ્લીને વાત કરી છે અને ફેન્સને એક ખાસ સલાહ આપી છે.

ગાંગુલીએ સ્પષ્ટ કર્યું છે કે ઇન્ડિયા ડેબ્યૂ પર વૈભવ પાસેથી તરત જ બહુ મોટી અપેક્ષાઓ ન રાખવી જોઈએ, પરંતુ તેને મેદાન પર મુક્ત થઈને રમવાની આઝાદી આપવી જોઈએ. ભારતની પિચો પર રનનો અંબાર લગાવનાર આ યુવા ખેલાડી માટે વિદેશી ધરતી પર પરિસ્થિતિઓ સાવ અલગ હશે.

પડકાર 1: વિદેશી પિચો પર ઝડપી બાઉન્સ અને સીમ મૂવમેન્ટ

સૌરવ ગાંગુલીએ વૈભવ સામેના સૌથી મોટા પડકાર વિશે વાત કરતા કહ્યું, “વૈભવ હવે એવા પ્રવાસો પર જવાનો છે જ્યાં પિચો પર સીમ મૂવમેન્ટ જોવા મળશે. વિદેશમાં નવી બોલ સાથે બોલરોને વધુ બાઉન્સ અને મૂવમેન્ટ મળશે, તેથી ત્યાં રમત ભારત કરતા સાવ અલગ હશે. જોકે, વૈભવમાં અદભુત ટેલેન્ટ છે પણ વિદેશી પિચો પર પોતાની જાતને સાબિત કરવી તેના માટે એક મોટો પડકાર રહેશે.”

પડકાર 2: બેટિંગની શૈલી અને અભિગમમાં ફેરફાર

IPLના ફ્લેટ ટ્રેક પર વૈભવે બેધડક બેટિંગ કરી હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અને ખાસ કરીને ઇંગ્લેન્ડ જેવી કન્ડિશન્સમાં તેને પોતાની બેટિંગની શૈલી બદલવી પડી શકે છે. બોલ સ્વીંગ થાય ત્યારે ક્રિઝ પર ટકી રહેવું અને પરિસ્થિતિ મુજબ પોતાની આક્રમકતા પર કંટ્રોલ રાખવો એ તેના માટે બીજો મોટો પડકાર સાબિત થશે.

પડકાર 3: ઇન્ટરનેશનલ ક્રિકેટ અને ફેન્સની અપેક્ષાઓનું દબાણ

માત્ર 15 વર્ષની ઉંમરે કરોડો ક્રિકેટ ચાહકોની અપેક્ષાઓનું દબાણ સહન કરવું સરળ નથી હોતું. ગાંગુલીએ આ અંગે ફેન્સને એલર્ટ કરતા કહ્યું, “તેને બસ પોતાની નેચરલ રમત રમવા દો, તેના પર તરત જ મોટી ઇનિંગ્સ રમવાનું પ્રેશર ન બનાવો. તેને ટીમમાં સેટલ થવા માટે થોડો સમય આપવો જરૂરી છે. મને નથી લાગતું કે તે અત્યારે દબાણ વિશે બહુ વિચારતો હશે, જે આપણે IPLમાં પણ જોયું છે. પરંતુ ભારત માટે રમવું એ IPL કરતા સાવ અલગ બાબત છે.”

આ પણ વાંચો: પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ધરમૂળથી ફેરફારની તૈયારી, કેપ્ટન-કોચ બંને પદ ગુમાવશે, મોહમ્મદ યુનુસ બની શકે નવા કોચ

IPL 2026માં વૈભવે રચ્યો હતો ઇતિહાસ

વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં પોતાની આક્રમક બેટિંગથી અનેક મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત કર્યા હતા. તે IPLના ઇતિહાસની કોઈ એક સીઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ સીઝનમાં કુલ 72 સિક્સર ફટકારીને સનસનાટી મચાવી દીધી હતી. આ ઉપરાંત જુનિયર ક્રિકેટમાં પણ તેના નામે ઘણા મોટા સ્કોર અને રેકોર્ડ્સ નોંધાયેલા છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤