લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

‘અમ્પાયર પણ ભારતનો સાથ આપે છે…’, પાકિસ્તાની ક્રિકેટરનું વિવાદિત નિવેદન, ICC સામે ઊઠાવ્યા સવાલ | khushdil shah controversial statement on india vs pak umpiring bias

by

Thenewsdk

Updated: 08-06-2026, 11.52 AM

Follow us:

‘અમ્પાયર પણ ભારતનો સાથ આપે છે…’, પાકિસ્તાની ક્રિકેટરનું વિવાદિત નિવેદન, ICC સામે ઊઠાવ્યા સવાલ | khushdil shah controversial statement on india vs pak umpiring bias



photo 1780899639122

Pakistan Player Controversial Comment: ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ મુકાબલો માત્ર એક રમત નથી, પરંતુ બંને દેશોના કરોડો પ્રશંસકોની લાગણીઓ સાથે જોડાયેલી એક મોટી ઈવેન્ટ માનવામાં આવે છે. આવા સંજોગોમાં જ્યારે પણ કોઈ ખેલાડી તરફથી આ હરીફાઈને લઈને કોઈ વિવાદાસ્પદ નિવેદન આવે છે, ત્યારે તે તરત જ હેડલાઇન્સ બની જાય છે. તાજેતરમાં પાકિસ્તાનના ઓલરાઉન્ડર ખુશદિલ શાહે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મુકાબલાઓને લઈને એક અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપતાં નવી ચર્ચા જગાવી છે. ખુશદિલે દાવો કર્યો છે કે ભારત સામે રમાતી મેચોમાં અમ્પાયરિંગ સહિતના કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો ઘણી વખત ભારતીય ટીમના પક્ષમાં જતા હોય છે. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું ઘોડાપૂર આવ્યું છે.

ભારત-પાક મેચ અને માનસિક દબાણ

એક પોડકાસ્ટ દરમિયાન સાથી ખેલાડી અબ્બાસ આફ્રિદી સાથેની વાતચીતમાં ખુશદિલ શાહે ભારત-પાકિસ્તાન મુકાબલાઓના માહોલ અંગે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેણે જણાવ્યું કે બંને દેશો વચ્ચેની મેચોમાં સામાન્ય મુકાબલાઓ કરતાં વધુ લાગણીસભર અને માનસિક દબાણ અલગ જ સ્તર પર હોય છે.

મેચમાં ભાવનાઓનું સ્તર

આ વિશે ખુશદિલે કહ્યું કે “ભારત સામેની મેચોમાં ભાવનાઓનું સ્તર ઘણું ઊંચું હોય છે. શરૂઆતમાં દબાણ અનુભવાય છે, પરંતુ જેમ મેચ આગળ વધે છે તેમ તે ઓછું થવા લાગે છે. અમે પણ અમારા સમયમાં ભારતને હરાવ્યું છે અને કેટલીક યાદગાર મેચો રમી છે.”

અમ્પાયરિંગ અને આયોજન પર ગંભીર આરોપો

આ વાતચીત દરમિયાન ખુશદિલ શાહે એક એવો દાવો કર્યો જેણે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડી દીધી છે. તેણે દાવો કર્યો કે ભારત સામેની મેચોમાં અનેક નિર્ણયો ભારતીય ટીમને અનુકૂળ રહે છે. તેના જણાવ્યા મુજબ, “મેચ દરમિયાન ઘણી વસ્તુઓ તેમના પક્ષમાં જાય છે. અમ્પાયરિંગના કેટલાક નિર્ણયો તેમના પક્ષમાં હોય છે, કેટલાક ડ્રેસિંગ રૂમ સંબંધિત બાબતો તેમજ મેચનું આયોજન પણ ઘણીવાર તેમની ઈચ્છા મુજબ થતું હોવાનું અનુભવાય છે.” આડકતરી રીતે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની નિષ્પક્ષતા સામે પણ આંગળી ચીંધી છે.

આરોપો પાછળ પુરાવાનો અભાવ

જોકે ખુશદિલ શાહે પોતાના આ ગંભીર આરોપોને સમર્થન આપવા માટે કોઈ ચોક્કસ ઘટના કે ઉદાહરણ રજૂ કર્યું નથી. તેમ છતાં તેનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થયું છે અને ક્રિકેટપ્રેમીઓ વચ્ચે ઉગ્ર ચર્ચાનો વિષય બન્યું છે.

ભારતને હરાવવાનો અનોખો આનંદ

વિવાદાસ્પદ નિવેદનની વચ્ચે ખુશદિલે વધુમાં જણાવ્યું કે આવા સંજોગોમાં જ્યારે પાકિસ્તાન ભારતને હરાવવામાં સફળ થાય છે ત્યારે તે જીતનું મહત્ત્વ ઘણું વધી જાય છે. આ વિશે તેણે કહ્યું કે, “આ બધાની વચ્ચે જ્યારે પાકિસ્તાન ભારતને હરાવે છે, ત્યારે તે જીતનો આનંદ કંઈક અલગ જ હોય છે.”

મેદાન પર ટીમ ઈન્ડિયાનો પ્રચંડ દબદબો

ખુશદિલ શાહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરના વર્ષોમાં ભારતે પાકિસ્તાન સામે ક્રિકેટના મેદાન પર પોતાનું પ્રચંડ પ્રભુત્વ જાળવી રાખ્યું છે. ખાસ કરીને એશિયા કપ 2025માં ભારતે પાકિસ્તાનને ત્રણ વખત ધૂળ ચટાવી હતી. પાકિસ્તાને છેલ્લીવાર સપ્ટેમ્બર 2022માં એશિયા કપની સુપર-4 મેચમાં ભારતને હરાવ્યું હતું, પરંતુ ત્યાર બાદ બંને ટીમો વચ્ચે રમાયેલી સતત છ મેચોમાં ભારતીય ટીમે શાનદાર જીત નોંધાવી છે. વન-ડે ક્રિકેટમાં પણ પાકિસ્તાનની ભારત સામેની છેલ્લી જીત વર્ષ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આવી હતી, ત્યારથી ભારતે દરેક મોટા ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનને માત આપીને પોતાનો દબદબો કાયમ રાખ્યો છે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયામાં નવા યુગની શરૂઆત! સૂર્યકુમાર યાદવ જ નહીં આ 5 સ્ટાર ખેલાડીઓનું પણ પત્તું કપાયું

સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે શાબ્દિક યુદ્ધ

ખુશદિલ શાહના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકો તરફથી મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ભારતીય અને કેટલાક અન્ય ચાહકોએ તેને પાકિસ્તાનની સતત હારની નિરાશા અને ભડાશમાંથી ઉપજેલું નિવેદન ગણાવ્યું છે, જ્યારે કેટલાક પાકિસ્તાની સમર્થકો તેમના આ અભિપ્રાયનું સમર્થન કરી રહ્યા છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ સ્પર્ધા હંમેશાથી ચર્ચાના કેન્દ્રમાં રહી છે, ત્યારે ખુશદિલના આ નિવેદને ફરી એકવાર બંને દેશોના ક્રિકેટપ્રેમીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક યુદ્ધ છેડી દીધું છે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય ક્રિકેટ જગત તરફથી આ નિવેદન પર કોઈ પલટવાર થાય છે કે નહીં.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤