લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

એશિયન ગેમ્સ માટેની પાકિસ્તાની ટીમમાંથી દિગ્ગજોના પત્તાં કપાયા, જાણો કોણ બન્યો કેપ્ટન | sahibzada farhan to lead pakistan in asian games 2026 in japan pcb announces squad

by

Thenewsdk

Updated: 10-06-2026, 04.11 PM

Follow us:

એશિયન ગેમ્સ માટેની પાકિસ્તાની ટીમમાંથી દિગ્ગજોના પત્તાં કપાયા, જાણો કોણ બન્યો કેપ્ટન | sahibzada farhan to lead pakistan in asian games 2026 in japan pcb announces squad



photo 1781088066053

PCB Announces Squad For Asian Games: એશિયન ગેમ્સ 2026 માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પોતાની ટીમનું એલાન કરી દીધું છે. જાપાનમાં યોજાનારી આ આગામી એશિયન ગેમ્સ માટે પાકિસ્તાનની ટીમમાં અનેક દિગ્ગજ ખેલાડીઓના પત્તાં કપાયા છે. કેપ્ટન સલમાન અલી આગાથી લઈને બાબર આઝમ, શાહીન આફ્રિદી અને મોહમ્મદ રિઝવાન જેવા સ્ટાર ખેલાડીઓ આ ટીમનો હિસ્સો નથી. પ્રથમ નજરે જોતાં આ એકદમ યુવા અને નવી નવેલી ટીમ જણાઈ રહી છે, કારણ કે ટીમમાં સામેલ 4 ખેલાડીઓએ હજુ સુધી T20I ક્રિકેટમાં ડેબ્યૂ પણ નથી કર્યું. બોર્ડે આ યુવા ટીમની કમાન બેટ્સમેન સાહિબઝાદા ફરહાનને સોંપી છે, જેણે T20 વર્લ્ડ કપ 2026માં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું.

PCBએ આ ટૂર્નામેન્ટ માટે એકદમ યુવા ખેલાડીઓને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો

19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન જાપાનમાં એશિયન ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે. તેના માટે ક્રિકેટ ટીમોની જાહેરાત થવાની શરૂઆત થઈ ગઈ છે. BCCIએ ગત અઠવાડિયે જ ટીમની જાહેરાત કરી હતી. BCCIએ ફૂલ-ફ્લેજ્ડ ટીમ આ ઈવેન્ટમાં મોકલવાનો નિર્ણય લીધો છે. જ્યાર બીજી તરફ પાકિસ્તાને આ ટૂર્નામેન્ટ માટે એકદમ યુવા ખેલાડીઓથી સજ્જ ટીમ મેદાને ઉતારવાનો નિર્ણય કર્યો છે. જેની જાહેરાત પણ PCBએ કરી દીધી છે. આ ટીમમાં એવા ખૂબ જ ઓછા ખેલાડીઓ સામેલ છે જેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો વધુ અનુભવ હોય. પાકિસ્તાન બોર્ડે આ નિર્ણય કેમ લીધો? તેનું કારણ હજી સુધી સામે નથી આવ્યું. એવું બની શકે કે એશિયન ગેમ્સના આ ગાળા દરમિયાન પાકિસ્તાન ટીમની અન્ય કોઈ દેશ સામે કોઈ સિરીઝ શિડ્યુલ હોઈ શકે છે.

જાણો કોણ બન્યો કેપ્ટન

10 ટીમોનો આ મેન્સ T20I ક્રિકેટ ઈવેન્ટ આઈચી પ્રીફેક્ચરના કોરોગી એથલેટિક પાર્કમાં રમાશે. આ મેન્સ ક્રિકેટ ઈવેન્ટની શરૂઆત 24 સપ્ટેમ્બરથી થશે, જ્યારે મેડલ મેચો 3 ઓક્ટોબરના રોજ રમાશે.

આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન ટીમનું નેતૃત્વ સાહિબઝાદા ફરહાન કરશે. ફરહાન પાકિસ્તાન માટે 46 T20 મેચ રમી ચૂક્યો છે અને આ ફોર્મેટમાં તેના નામે બે સદી અને 10 અર્ધસદી નોંધાયેલી છે. બીજી તરફ પાંચ T20  આંતરરાષ્ટ્રીય મેચ રમનાર અબ્દુલ સમદને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, પીસીબી દ્વારા જાહેર કરાયેલી આ 15 સદસ્યની ટીમમાં 4 ખેલાડીઓ એવા પણ સામેલ છે, જેમણે હજી સુધી આંતરરાષ્ટ્રીય T20  ક્રિકેટમાં ડેબ્યૂ નથી કર્યું. 

આકિફ જાવેદ, અલી રઝા, માઝ સદાકત અને સાદ મસૂદે હજુ સુધી પાકિસ્તાન માટે એક પણ T20 આંતરરાષ્ટ્રીય મેચ નથી રમ્યા. આમાંથી કેટલાક ખેલાડીઓને એશિયન ગેમ્સમાં રમવાની તક મળી શકે છે અને દેશનું પ્રતિનિધિત્વ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કરવાની તક મળવાની સંભાવના છે. 

પાકિસ્તાનની ટીમ

સાહિબજાદા ફરહાન (કેપ્ટન), અબ્દુલ સમદ (વાઈસ-કેપ્ટન), અબરાર અહેમદ, અહેમદ દાનિયાલ, અકીફ જાવેદ, અલી રઝા, અરાફાત મિન્હાસ, હૈદર અલી, હસન નવાઝ, માઝ સદાકત, મોહમ્મદ સલમાન મિર્ઝા, સાદ મસૂદ, સૈમ અયુબ, સુફયાન મુકીમ અને ઉસ્માન ખાન (વિકેટકીપર). 

આ પણ વાંચો: દીદી હવે દિલ્હીથી ચિત્રમાં! TMCનો કોંગ્રેસમાં વિલય કરવાના સોગઠાં, મમતા બેનરજી રાજી પણ શરતોમાં પેચ ફસાયો

એશિયન ગેમ્સ માટે જે સપોર્ટ સ્ટાફને પાકિસ્તાન મોકલવામાં આવનાર છે, તેમાં હેડ કોચ માઈક હેનસ, બોલિંગ કોચ એશલે નોફકે, ફિલ્ડિંગ કોચ શેન મેકડરમૉટ, ફિઝિયોથેરાપિસ્ટ મુહમ્મદ તાહિર, ટ્રેનર ઈમરાન ઉલ્લાહ અને એનાલિસ્ટ ઉસ્માન હાશમનું નામ સામેલ છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤