લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

ક્રૂડતેલમાં ઘટાડો: ભાવ 90 ડોલરની અંદર: સોના- ચાંદી ફરીથી ઉંચકાયા | Crude oil dips: prices under 90: gold silver rises again

by

Thenewsdk

Updated: 10-06-2026, 06.30 AM

Follow us:

ક્રૂડતેલમાં ઘટાડો: ભાવ 90 ડોલરની અંદર: સોના- ચાંદી ફરીથી ઉંચકાયા | Crude oil dips: prices under 90: gold silver rises again



photo 1781020359251

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વબજારના સમાચાર તેજી બતાવતા હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં બજાર ભાવ ઉંચકાયા હતા. જોકે મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ વધતા અટકી ઘટાડા પર રહેતાં ઝવેરીબજારમાં ભાવ વૃધ્ધિ તેટલા પ્રમાણમાં સિમિત રહી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૫૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૫૬૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૭૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ઘટી રૂ.૨૪૩૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારના સોનાના ભાવ ઔંશના નીચામાં ૪૩૧૩ ડોલર થયા પછી ભાવ વધી ૪૩૫૧ થઈ ૪૩૪૨થી ૪૩૪૩ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડોનું બાઈંગ વધ્યાના વાવડ હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના નીચામાં ૬૭.૪૫ ડોલર થયા પછી ઉંચામાં ભાવ ૬૮.૮૫ ડોલર થઈ ૬૮.૫૭થી ૬૮.૫૮ ડોલર રહ્યા હતા. જોકે વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

બ્રેન્ટક્રૂડના ભાવ બેરલદીઠ ૯૪.૫૧ વાળા નીચામાં ભાવ ૯૨ થઈ ૯૨.૮૫ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ બેરલના ૯૨.૨૮થી ઘટી નીચામાં ભાવ ૮૮.૭૦ થઈ ૮૯.૫૯ ડોલર રહ્યા હતા. ક્રૂડમાં ચીનની નવી માગ ધીમી રહી હતી. ઈરાન તથા ઈઝરાયલ વચ્ચે હુમલાઓ અટકયાના સમાચારની અસર ક્રૂડતેલ બજાર પર દેખાઈ હતી. દરમિયાન, કુવેત દ્વારા એશિયાના બાયર્સને ક્રૂડતેલની સપ્લાય શરૂ કરવામાં આવ્યાના સમાચાર મળ્યા હતા.

દરમિયાન, સાઉદી અરેબીયા દ્વારા જુલાઈ માટે એશિયા, યુરોપ તથા અમેરિકા માટે ક્રૂડ ઓઈલના ભાવ ઘટાડવામાં આવ્યાના સમાચાર હતા. સાઉદી અરેબીયા દ્વારા આરબ લાઈટ ક્રૂડના ભાવ એશિયા માટે બેરલના છ ડોલર ઘટાડવામાં આવ્યા હતા.

દરમિયન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૧૦૦૦ વધ્યા હતા તથા જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૫૧૯૦૮ તથા ૯૯૯ના રૂ.૧૫૨૫૧૯ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૬૦૦ વધી રૂ.૨૪૫૯૩૮ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં પ્લેટીમના ભાવ ૧૦ ગ્રામનારૂ.૪૦૦ ઘટી રૂ.૫૯૮૭૪ રહ્યા હતા.

વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના નીચામાં ૧૭૪૪ ડોલર થયા  પછી ઉંચામાં ભાવ ૧૭૭૮ થઈ ૧૭૭૪થી ૧૭૭૫ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના નીચામાં ૧૨૦૯ તથા ઉંચામાં ૧૨૪૬ થઈ ૧૨૪૨થી ૧૨૪૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૨૮ ટકા વધ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં પીછેહઠ દેખાઈ હતી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤