![]()
– પહેલીવાર અમેરિકા, કેનેડા અને મેકસિકોના સંયુક્ત ઉપક્રમે આયોજન
– 48 ટીમને 12 ગ્રુપમાં વહેંચવામાં આવી છે સ્પેન અને ફ્રાન્સ ચેમ્પિયન બનવા માટે ફેવરિટ
મેકસિકો સીટી : ફૂટબોલના મહાકુંભ એટલે કે ‘ફિફા’ વર્લ્ડ કપ ૨૦૨૬નો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડ કપનું આયોજન સંયુક્ત રીતે ત્રણ દેશો-અમેરિકા,મેક્સિકો અને કેનેડા દ્વારા કરવામાં આવી રહ્યું છે. કુલ ૧૬ જુદા-જુદા શહેરો આ મેચોની યજમાની કરશે.
ટુર્નામેન્ટની શરૂઆત મેક્સિકોના ઐતિહાસિક મેક્સિકો સિટી સ્ટેડિયમ (એઝટેકા) ખાતે મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચેના મુકાબલાથી થશે.ઉદ્ધાટન સમારંભ ભારતીય સમય પ્રમાણે રાત્રે ૧૧.૦૦થી થશે અને તે પછી મધરાતે ૧૨.૩૦થી મેચ રમાશે આ સ્ટેડિયમ ઇતિહાસમાં ત્રીજી વખત વર્લ્ડ કપની ઓપનિંગ મેચનું સાક્ષી બનશે. ઓપનિંગ સેરેમનીમાં શકીરા અને બર્ના બોય જેવા આંતરરાષ્ટ્રીય કલાકારો પોતાના પર્ફોર્મન્સથી ધમાકો કરવા તૈયાર છે.
આ વખતે વર્લ્ડકપમાં મોટો બદલાવ જોવા મળશે. અત્યાર સુધી માત્ર ૩૨ ટીમો જ આમાં ભાગ લેતી હતી, પરંતુ આ વર્ષથી આ સંખ્યા વધારીને ૪૮ દેશો કરવામાં આવી છે. આ વિસ્તરણને કારણે વિશ્વભરના વધુ દેશોને આ પ્રતિષ્ઠિત મંચ પર પોતાની તાકાત બતાવવાની તક મળી છે.
૪૮ ટીમોના આગમન સાથે ટૂર્નામેન્ટનું ફોર્મેટ પણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે :
ગ્રુપ સ્ટેજ : તમામ ૪૮ ટીમોને ૧૨ ગ્રુપમાં (દરેક ગ્રુપમાં ૪ ટીમ) વહેંચવામાં આવી છે.
નોકઆઉટ લાયકાત : દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો અને તમામ ગ્રુપની ૮ સર્વશ્રેષ્ઠ ત્રીજા ક્રમે રહેલી ટીમો આગળ વધશે.
નવો રાઉન્ડ :આ વખતે નોકઆઉટ સ્ટેજમાં એક નવો ‘રાઉન્ડ ઓફ ૩૨’ ઉમેરવામાં આવ્યો છે.
કુલ મેચો : વિજેતા બનવા માટે કોઈપણ ટીમે અગાઉની ૭ મેચોના બદલે હવે કુલ ૮ મેચો રમવી પડશે. આખી ટૂર્નામેન્ટ દરમિયાન રેકોર્ડબ્રેક ૧૦૪ મેચો રમાશે.
આ વર્લ્ડ કપમાં ઘણા દિગ્ગજો કદાચ પોતાની છેલ્લી અને યુવા ખેલાડીઓ પોતાની પ્રથમ પ્રતિભા પુરવાર કરવા ઉતરશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાના આ જાદુઈ ખેલાડી પર ફરી એકવાર આખા વિશ્વની નજર રહેશે.
આ ઉપરાંત ફૂટબોલ ઇતિહાસના મહાન ગોલસ્કોરર પોતાના અદભુત ફોર્મ સાથે પોર્ટુગલને ટ્રોફી અપાવવા માટે એડીચોટીનું જોર લગાવશે. પોતાની અસાધારણ સ્પીડ અને ગોલ કરવાની ક્ષમતા માટે જાણીતો એમબાપ્પે ફ્રાન્સનો મુખ્ય આધાર રહેશે.
આ યુવા સિતારાઓ હાલમાં શાનદાર ફાર્મમાં છે અને પોતાની ટીમને ચેમ્પિયન બનાવવા માટે ઉત્સુક છે.
વિશ્લેષકો અને સટ્ટા બજારના અંદાજ મુજબ સ્પેન હાલના ફોર્મ અને ટીમ કમ્બિનેશનને જોતાં સ્પેનની જીતવાની સંભાવના સૌથી વધુ માનવામાં આવી રહી છે.
૨૦૧૮ના ચેમ્પિયન અને ૨૦૨૨ના રનર્સ-અપ ફ્રાન્સ પાસે પણ અત્યંત મજબૂત અને અનુભવી સ્ક્વોડ છે.
સ્ટાર ખેલાડીઓથી સજ્જ ઇંગ્લેન્ડની ટીમ આ વખતે ઈતિહાસ રચવા માટે પ્રબળ દાવેદાર છે તેમ માનનારો વર્ગ પણ છે.
બ્રાઝીલ અને આર્જેન્ટિના દક્ષિણ અમેરિકાના આ બંને જાયન્ટ્ છે. તેઓની ક્ષમતા પણ ક્યારેય ઓછી ન આંકી શકાય. મેસ્સીની આર્જેન્ટિના ના પોતાનું ટાઇટલ બચાવવા માટે અને બ્ર્રાઝિલ છઠ્ઠી વખત ચેમ્પિયન બનવા માટે મેદાને જંગમાં ઉતરશે.
આ વર્લ્ડ કપ અંદાજે ૪૦ દિવસ સુધી ચાલશે અને ટૂર્નામેન્ટની ભવ્ય આખરી ફાઇનલ ૧૯ જુલાઈ, ૨૦૨૬ ના રોજ ન્યૂયોર્ક ન્યૂજર્સીના સ્ટેડિયમના ગ્રાઉન્ડ પર રમાશે.


Leave a Comment